________________
44
વિદ્યમાનતામાં જ જીવ સદ્ગતિઓની પરંપરા સર્જીને મોક્ષ સુધી પહોંચી જાય છે. ગાઢ મિથ્યાત્વ એ સર્વે સંયોગોને છીનવી લે છે અને આત્માના ગુણોને બાળી નાંખે છે. આથી જ મિથ્યાત્વની ભયંકરતા બતાવતાં કહ્યું છે કે,
"न मिथ्यात्वसमः शत्रुर्न मिथ्यात्वसमं विषम् ।।
न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः ॥" - મિથ્યાત્વ સમાન (આત્મગુણોને લુંટી લેનારો) બીજો કોઈ શત્રુ નથી. મિથ્યાત્વ સમાન (ભાવપ્રાણોનો નાશ કરનારું) બીજું કોઈ વિષ નથી. મિથ્યાત્વ સમાન (આત્માના ભાવારોગ્યને હણી લેનાર) બીજો કોઈ રોગ નથી. મિથ્યાત્વ સમાન (આત્મામાં જીવનમાં અંધકાર ફેલાવનાર) બીજો કોઈ અંધકાર નથી. સસૂત્ર-ઉત્સુત્ર પ્રરૂપણાનું સ્વરૂપ
જે પ્રરૂપણા થાય - જે બોલવામાં આવે તે યથાસ્થિત, સ્ફટ અને પ્રગટ બોલવામાં આવે તો તે સસૂત્ર પ્રરૂપણા કહેવાય છે. જિનવચનથી અન્યથા બોલવામાં આવે, જિનવચનના ભાવોને સ્કુટ (સ્પષ્ટ) સ્વરૂપે કહેવામાં ન આવે અને જિનવચનને યથાર્થ રીતે પ્રગટ પણે કશું છૂપાવ્યા વિના પ્રગટ રૂપે) બોલવામાં ન આવે તેને ઉસૂત્રપ્રરૂપણા કહેવાય છે અને તેનાથી સંસાર વધે છે. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે,
"फुटपागडमकहतो, जहट्ठियं बोहिलाभमुवहणइ ।
जह भगवओ विसालो जर-मरणहोयही आसि ॥" – સ્કુટ, પ્રગટ અને યથાવસ્થિત કથન ન કરનાર માણસ (ઉપદેશક સાધુ, શ્રાવક વગેરે) બોધિનો નાશ કરે છે અને જેમ મહાવીર પરમાત્માનો (મરીચિના ભવમાં અપ્રગટ-અસ્પષ્ટ કથન કરવા સ્વરૂપ ઉસૂત્ર પ્રરૂપણાથી) જન્મ-જરા-મરણરૂપ સંસારસાગર વિશાલ (મોટો) થયો હતો, તેમ સંસાર વધે
છે.
ઉત્સુત્ર પ્રરૂપણાથી અનંત સંસાર કેમ?
ઉસૂત્ર પ્રરૂપણા એ જગતના જીવો સાથેનો દ્રોહ (વિશ્વાસઘાત) છે. જે