________________
20
મૂકે છે પણ પોતાની પોલ ખુલ્લી ન પડી જાય તે માટે આટલા બધા ગ્રંથોની મહત્ત્વની પંક્તિઓને છૂપાવી રાખવાનું તેઓનું આ પાપ હવે છૂપું રહેતું નથી, એ પાપ કોઈના પર આળ મૂકી દેવાથી ધોવાશે ખરું ? દેવદ્રવ્યનું ભક્ષણ અને વિનાશ થતો હોય તેની ઉપેક્ષા જો સાધુ પણ કરે તો તેનો અનંત સંસાર પણ વધી શકે છે. – આ શાસ્ત્રવચન નજર સમક્ષ હોવાથી જ દેવદ્રવ્યના આવા શાસ્ત્રવિરુદ્ધ દુરુપયોગથી તેનો વિનાશ ન થાય તે માટે અમે શ્રીસંઘોને સાવધ કરી રહ્યા છીએ. શાસ્ત્રપંક્તિઓને છૂપાવીને, વિપરીત અર્થો કરીને શ્રીસંઘને ગુમરાહ કરવામાં આવે ત્યારે એ છુપાવેલી શાસ્ત્ર પંક્તિઓને પ્રગટ કરીને, સાચો-સંગત અર્થ જાહેર કરવામાં આવે તેને ‘વિરોધ જ કર્યા કરે છે’ એમ ન કહેવાય. શાસ્રપંક્તિઓને છૂપાવવાદિ પ્રવૃત્તિ થતી હોય અને તેથી શ્રી સંઘ ઉન્માર્ગે દોરવાતો હોય ત્યારે વિરોધ કરવાની શ્રીસંઘમાં રહેલા પ્રત્યેક સભ્યની ફરજ છે. શ્રમણપ્રધાન શ્રીસંઘમાં શ્રમણસંઘમાં રહેનારા અમારા ગુરુવર્યો આદિ અમો સૌએ એ પવિત્ર ફરજ પૂર્ણ શાસ્ત્રભક્તિથી બજાવી હતી અને બજાવી રહ્યા છીએ. એનો અમને આનંદ પણ છે.
આ વિષયમાં મેં ભૂતકાળમાં એકથી વધુવાર એક મહત્ત્વનો ખુલાસો કર્યો જ છે. જેને અહીં પણ ફરીથી દોહરાવું છું : મારા તારકગુરુદેવ સ્વ. પૂ.આ.ભ.શ્રી. વિજય રવિચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના ‘કલ્યાણ’ પ્રશ્નોત્તરને આગળ કરીને, તેઓશ્રીએ પણ સ્વપ્નાદિ બોલીને કલ્પિતદ્રવ્યમાં ગણાવી છે, આવી વાતો ‘ધાર્મિક વહીવટ વિચાર' આદિ અનેક પુસ્તકોમાં ચગાવવામાં આવેલી છે. આ અંગે મેં ‘જૈનશાસન’ સાપ્તાહિકમાં (વિ.સં. ૨૦૫૦ના અંકોમાં) સ્પષ્ટતા પૂર્વક જવાબ આપ્યો જ હતો. છતાં તે પુસ્તકોની બીજી-ત્રીજી આવૃત્તિ અને અન્ય પુસ્તકોમાં પણ એની એ જ વાત પકડી રાખી છે. અહીં ફરી પાછું ટૂંકમાં જણાવું છે કે, ‘તેઓશ્રી પોતાની છેલ્લી માંદગી દરમિયાન પ્રગટઅપ્રગટ પ્રશ્નોત્તરીની શુદ્ધિ કરાવી ગયા છે.' આ વાત તેઓશ્રીના કલ્યાણ શ્રદ્ધાંજલિ વિશેષાંકમાં છપાઈ ગયેલી છે. આ વિશેષાંક વિ.સં. ૨૦૪૪ના સંમેલન પહેલા જ છપાઈને પ્રગટ થઈ ગયો હતો. જેથી કોઈને પાછળથી આવી વાત ઉમેરી દીધાની શંકા પણ થાય તેમ નથી. એટલે હવે બોલીના દ્રવ્યને તેઓશ્રીની માન્યતા મુજબ કલ્પિતદ્રવ્યમાં ગણવાનું રહેતું નથી, નિખાલસતા પૂર્વક એક વિધાનની અનેકવાર અનેક સ્થળે સ્પષ્ટતા થઈ જવા છતાં એ અંગે