SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 19 અર્પણ કરવાના લાભાર્થી બનવા માટેના ચડાવા તો ઘણા શ્રી સંઘોમાં થાય છે. તેનાથી જિનપૂજાની સામગ્રી લાવી શકાય છે. આ બધી શાસ્ત્ર અને સુવિહિત પરંપરા મુજબની ચડાવાની પદ્ધતિ અપનાવવાના બદલે સ્વપ્નાદિ બોલીની આવક કે જે સ્પષ્ટ દેવદ્રવ્ય જ છે, એવા દેવદ્રવ્ય પર નજર બગાડવાનું મન કેમ થાય છે? ડાયાબિટીસના દર્દીને શેરડીનો રસ પીવડાવો તો તેને મીઠો તો લાગે પણ મરવાનો થયો હોય તે જ દર્દી શેરડીનો રસ પીવાનું જોખમ ઉઠાવે. ખિસ્સામાંથી એક પૈસોય કાઢ્યા વિના બારોબાર દેવદ્રવ્યથી દેરાસરનો ખર્ચ નીકળી જતો. હોય તો તેવો રસ્તો બતાવનારા વહીવટદારને મીઠા પણ લાગે, લલચાવે પણ ખરા, પણ જો પોતાના પૈસા કે પૈસા ભેગા કરવાની મહેનતને બચાવવા માટે આવી લાલચમાં પડ્યા તો ચોરાશીના ચક્કરમાં ક્યાંય પત્તો પણ નહિ લાગે. દેવદ્રવ્યને ઈધર-ઉધર કરનારા માંધાતાઓ પણ દુર્ગતિમાં એવા ફેંકાઈ ગયા છે કે હજી સુધી તેમનો આરો આવતો નથી. માટે સકલ સંઘ સાવધાન. શાસ્ત્રવચન અને સુવિહિત પરંપરા દેરાસરની તમામ વાર્ષિક ખર્ચ દેરાસર સાધારણ, સાતક્ષેત્ર સાધારણ કે સર્વસાધારણમાંથી જ કરવાની છે. દેવદ્રવ્યમાંથી આવો ખર્ચ કરવાનું કોઈ શાસ્ત્ર ફરમાવતું નથી. માટે એવા શાસ્ત્રવિરુદ્ધ માર્ગે ચાલવા કોઈ ગમે તેટલો આગ્રહ કરે કે અભય વચન આપે તોય પરિણામ તો આપણા આત્માએ જ ભોગવવાનું છે, તે સમજીને શાસ્ત્રવિરુદ્ધ માર્ગે ચાલવાનું સાહસ કોઈ કરશો નહિ. સન્માર્ગ સ્થાપના માટે જહેમત ઉઠાવનારા આજે વિષમ કર્મોદયે ઉન્માર્ગ સ્થાપન માટે ઝનૂને ચડ્યા છે ત્યારે પણ આપણે તો એમને પણ શાસનદેવ બુદ્ધિ આપે તેવી ભાવકરુણા જ કરવી રહી. આમ છતાં “સ્વપ્નાદિદેવદ્રવ્યથી પૂજા-મહાપૂજા-મહોત્સવ-આંગી આદિ થઈ શકે એવી પોતાની શાસ્ત્ર-પરંપરા વિરુદ્ધ માન્યતા માટે શાસપંક્તિઓ રજુ કરનારા વિદ્વાનોએ જો શ્રી વસુદેવહિંડી, શ્રી દર્શનશુદ્ધિ પ્રકરણ, શ્રી શ્રાદ્ધ દિનકૃત્ય, શ્રી પંચકલ્પ ભાષ્ય, શ્રી ઉપદેશ પદ, શ્રીધર્મસંગ્રહ, શ્રી દ્રવ્યસપ્તતિકા આદિ એ જ ગ્રંથોમાં દેવદ્રવ્ય-ચૈત્યદ્રવ્યને જિનાલય-જિનપ્રતિમાની ભક્તિ કરવા માટે સમર્પિત કરેલા દ્રવ્ય સ્વરૂપે વ્યાખ્યા કરી છે તે વાત ન વાંચી હોય કે ન જાણતા હોય તો તેઓ અગીતાર્થ ઠરે છે અને જાણતા હોવા છતાં પણ છૂપાવી રહ્યા છે તો તેઓ શ્રી સંઘને છેતરનારા કહેવાશે. શાસ્ત્રપંક્તિઓને અધૂરી રજૂ કરવાનું આળ તેઓ અમારાપર
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy