________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
ઉપોદ્ઘાતઃ
કલ્પિત દેવદ્રવ્યથી દેરાસરના સર્વ કાર્યો કરી શકાય છે એમ સંબોધ પ્રકરણમાં જણાવ્યું છે. કલ્પિતદેવદ્રવ્યના ઉપયોગના (વિનિયોગના) વિષયમાં કોઈ વિવાદ જ નથી. પરંતુ કલ્પિત દેવદ્રવ્ય કોને કહેવાય ? તેમાં કયા દ્રવ્યનો સમાવેશ થાય ? - તે અંગે વિવાદ છે. આમ તો વિ.સં. ૨૦૪૪ના સીમિત સંમેલન પૂર્વે કલ્પિત દેવદ્રવ્યના સ્વરૂપ અંગે પણ કોઈ વિવાદ નહોતો. પરંતુ વિ.સં. ૨૦૪૪ના સંમેલનમાં સ્વાભિમતની સિદ્ધિ કરવા માટે - દેવદ્રવ્યથી જિનપૂજા-મહાપૂજાસ્નાત્રાદિ કરાવવાનો માર્ગ (કે જે શાસ્ત્રદષ્ટિએ માન્ય નથી, તે) સત્તાવાર રીતે ખુલ્લો મૂકવાના ઈરાદાથી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા બદલી નાંખવામાં આવી.
– ઘણા સમુદાયોનો વિરોધ થવાથી સંમેલન તો નિષ્ફળ ગયું. પરંતુ તેના અમુક ઠરાવોમાં જેને ખૂબ સ્વારસ્ય હતું, તેમણે યેન કેન પ્રકારે એનું સમર્થન કરવાના પ્રયત્નો ચાલું રાખ્યા. તદન્વયે વિ.સં. ૨૦૪૪ની સાલમાં જ પં. શ્રી ચંદ્રશેખર વિ.મ. સા. પોતાની “સંમેલનની રૂપરેખા અને સમાલોચના' પુસ્તકમાં કલ્પિત દેવદ્રવ્ય અંગે પોતાની શૈલીથી ઘણી ચર્ચા કરી. જેમાં સંબોધપ્રકરણના ગ્રંથકારે જે જણાવ્યું નથી, તેને પણ મારી મચડીને ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે.
– તે પછી વિ.સં. ૨૦૪૯માં સંમેલનના ઠરાવોના સમર્થનમાં તેમના દ્વારા લખાયેલા ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકમાં ઠેરઠેર કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યાઓ કરી અને એમાં શાસ્ત્રકાર મહર્ષિએ ન જણાવેલી વાતો ઉમેરી અને પરસ્પર વિરુદ્ધ વાતોથી યુક્ત એ વ્યાખ્યા રજું કરીને મુગ્ધલોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું.
અહીં ઉલ્લેખનીય છે કે, કલ્પિતદેવદ્રવ્યની વ્યાખ્યા બદલ્યા વિના