________________
૧૮૬
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પડશે કે, વિક્રમની ૨૦ સદીનો સૌથી મોટો શાસ્ત્રીય અર્થઘટનમાં કોઈ ગોટાળો હોય તો તે કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં છે. આની વિચારણા અલગ પ્રકરણમાં કરવી જ છે. તેથી અટકીશું. પૂર્વોક્ત વિચારણાથી દેવદ્રવ્ય અને જિનપૂજા' પુસ્તકના પૃ. ૧થી ૪માં થયેલા કુતર્કોની પણ સમાલોચના થઈ ગયેલી જાણવી અને અન્ય સાહિત્યોમાં જ્યાં જ્યાં ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્યવાળા પાઠો જોવા મળે, ત્યાં પૂર્વે જણાવેલો વિવેક કરવા ખાસ ભલામણ છે.
અંતે વાચકોને ખાસ ભલામણ છે કે, ઉપદેશપદાદિ ગ્રંથોના શાસ્ત્રપાઠોના નામે ચાલતા અપપ્રચારથી મુંઝાશો નહીં અને શાસ્ત્રાનુસારી પરંપરાથી ચાલતી વિધિમાં દઢચિત્તવાળા બની સુવિહિત પરંપરામાં આદરવાળા બનવા ખાસ ભલામણ છે.
(A) શ્રાદ્ધવિધિનો પાઠ
(चैत्यद्रव्य) जिणदव्वलेसजणियं ठाणं जिणदव्वभोगेणं साहूहिं चइव्वं जइ तंमि वसिज्ज पायच्छित्तं ॥१०८॥ | ભાવાર્થ દેવદ્રવ્યના લેશથી બનેલા (દેવદ્રવ્ય થોડુંક પણ વપરાયું હોય એવા) સ્થાનમાં દેવદ્રવ્યના ભોગવટાનો દોષ લાગતો હોવાથી સાધુઓએ તે સ્થાન છોડી દેવું જોઈએ. જો તેવા સ્થાનમાં સાધુઓ વસે તો (રહે તો) પ્રાયશ્ચિત્ત આવે.