________________
પ્રકરણ - ૫ઃ ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય ૧૮૫
– આથી પરિશિષ્ટકારની ખોટી દલીલોથી વાચકોએ ચેતવાની જરૂર છે. લેખકશ્રીએ અને પરિશિષ્ટકારે જ્યાં જ્યાં તક મળી, ત્યાં ત્યાં દલીલોકુતર્કો કરીને શાસ્ત્રાનુસારી પરંપરાને દૂષિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
- આ રીતે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાના શાસ્ત્રીયમાર્ગને ભૂંસવા માટે અને દેવદ્રવ્યથી જિનપૂજા કરી શકાય એવા અશાસ્ત્રીય માર્ગને પ્રસ્થાપિત કરવા માટે તે પક્ષ દ્વારા રજૂ થતા ઉપદેશપદાદિ ગ્રંથોના શાસ્ત્રપાઠોની વિચારણા કરી. તે શાસ્ત્રપાઠોમાં દેવદ્રવ્ય” પદથી જે વિવેક કરવાનો છે તે પણ વિચાર્યું. સમગ્ર ચર્ચાના અંતે એટલું જ કહેવાનું છે કે, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં સ્વદ્રવ્યથી-સ્વવિભવાનુસારે જે જિનપૂજાની વિધિ બતાવી છે, તેનાથી વિપરીત વિધિ તે જ ગ્રંથોમાં કે અન્યગ્રંથોમાં તો ન જ બતાવેલી હોય. કારણ કે, શાસ્ત્રકારો પરસ્પરવિરુદ્ધ વિધાનો ન જ કરે. તેમ છતાં ઉપદેશપદાદિ ગ્રંથોના પાઠોમાં જિનપૂજાદિ-મહાપૂજાદિ કાર્યો માટે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું કહ્યું છે. તો ત્યાં વિવેક કરવો જ પડે કે, ત્યાં દેવદ્રવ્ય પદથી કયા પ્રકારનું દેવદ્રવ્ય છે? સંકલ્પિત દેવદ્રવ્યની વાત છે કે સમર્પિત? - ત્યાં સંકલ્પિત દેવદ્રવ્યની વાત છે, તે સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. કારણ કે, તેવું ન સ્વીકારીએ તો શાસ્ત્ર અને પરંપરા સાથે વિરોધ આવે છે. શાસ્ત્ર અને પરંપરા તો જિનપૂજાદિ કર્તવ્યો સ્વદ્રવ્યથી જ કરવાનું કહે છે, તે આપણે વિસ્તારથી પૂર્વે વિચાર્યું જ છે.
= અહીં ઉલ્લેખનીય છે કે, પરિશિષ્ટકારે પૂર્વોક્ત શાસ્ત્રપાઠોનું પોતાની રીતે અર્થઘટન કર્યા પછી “શાસ્ત્રપાઠોમાં નિર્દિષ્ટ દેવદ્રવ્યથી તમે કયા પ્રકારનું દેવદ્રવ્ય લો છો? એવા સંભવિત પ્રશ્નના જવાબમાં ધાર્મિક વહીવટ વિચાર” (પ્ર.આ.) પૃ. ૧૪૦-૧૪૧ ઉપર મૂળ પ્રશ્નનો જવાબ આપ્યા વિના બીજી-બીજી વાતો કરીને વાચકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. એ પુસ્તકની મોટામાં મોટી ભૂલ શુદ્ધ દેવદ્રવ્યમાં ગણાતા ઉછામણીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં ઠરાવવાનો પ્રયત્ન છે. આ મોટી ભૂલના કારણે આખા પુસ્તકમાં ભૂલોની પરંપરા સર્જાઈ છે અને કહેવું