________________
૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા નિર્ણય - ૧૭ઃ ગ્રામ જિનપૂજા અંગે શ્રાવકોને માર્ગદર્શનઃ
જૈન શાસનમાં પરમાત્માની ભક્તિ એ ઉત્કૃષ્ટ આરાધનાનું અંગ છે. જિનેશ્વર દેવની દ્રવ્ય અને ભાવપૂજા એ શ્રાવકોનું મુખ્ય કર્તવ્ય છે અને શ્રાવકોએ એ રીતે પરમાત્માની હંમેશા પૂજા કરવી જોઈએ.
હાલ આ પૂજાનું કાર્ય નોકરોને સોંપાઈ ગયું છે. જેથી અનેક પ્રકારે ઘોર આશાતના થઈ રહી છે, જે જાણીને તથા જોઈને હૈયું કંપે છે. તેથી શ્રમણ સમેલન ઠરાવ કરે છે કે, શ્રાવકોએ પરમાત્માની અંગપૂજા જાતે જ કરવી, પણ નોકરી પાસે કરાવવી નહિ. જ્યાં શ્રાવકોની બિલકુલ વસતિ ન હોય ત્યાં વાસક્ષેપ અને અગ્રપૂજાથી સંતોષ માનવો. પ્રતિમાના અંગ - ઉપાંગોને સહેજ પણ ઘસારો ન પહોંચે તે પદ્ધતિથી પૂજા કરવી.
નિર્ણય - ૧૭ઃ સમાલોચના
– આ નિર્ણયમાં “શ્રાવકોએ પરમાત્માની અંગપૂજા જાતે જ કરવી, પણ નોકરી પાસે કરાવવી નહિ' એવું જે એકાન્ત વિધાન કર્યું છે તે શાસ્ત્રવિરુદ્ધ છે.
– શ્રાવકો પરમાત્મભક્તિ જાતે જ કરે તે ઉત્તમ છે અને શક્ય હોય ત્યાં સુધી તેમજ કરવું જોઈએ. પરંતુ જ્યારે કોઈ તેવા પ્રકારના સંયોગોને કારણે શ્રાવકો અંગપૂજા જાતે ન જ કરી શકે, તો છેવટે સુયોગ્ય પૂજારીઓ પાસે પણ ભગવાનની અંગપૂજા કરાવે પણ ભગવાન અપૂજ તો કદાપિ રહેવા ન જ જોઈએ.
– “જ્યાં શ્રાવકોની બિલકુલ વસતિ ન હોય ત્યાં વાસક્ષેપ અને અગ્રપૂજાથી સંતોષ માનવો.' - આ વિધાન પણ શાસવિરુદ્ધ છે, પરંપરાનો લોપ કરનારું છે. સરવાળે જ્યાં વસતિ વગેરે હોવા છતાં શ્રાવકો પૂજા કરે તેવું ન હોય, ત્યાં પણ જલ-ચંદન પૂજા બંધ થતાં ભગવાન અપૂજ રહે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરનારું પણ છે. આ રીતે ભગવાન અપૂજ રહે તે મોટામાં મોટી આશાતના છે.
– વળી, તેવા સ્થળોએ વાસક્ષેપ અને અગ્રપૂજા કરવા માટે માણસ