________________
પ્રકરણ - ૧૧ઃ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૩૦૭ (૭) ઉપાશ્રયમાં શય્યાતર તરીકે જે રકમ (ફંડ) ભેગી થઈ હોય તે રકમ ઉપાશ્રય નિર્માણ અને સમારકામ માટે વાપરી શકાય.
(૮) ક્યાંક કયાંક ઉપાશ્રય અને દેરાસર બાજુ-બાજુમાં જ હોય છે. ત્યાં ઉપાશ્રયની અંદર કે બહાર ક્યાંય પણ અજાણતા પણ દેવદ્રવ્યની કોઈ વસ્તુ, માર્બલ, ટાઇલ્સ, ઈંટ, સીમેન્ટ વગેરે વપરાઈ ન જાય તેનું પાકું ધ્યાન રાખવું.
(૯) ભૂલથી પણ ક્યારેક આવું બની જાય, તો તરત તેની રકમ દેવદ્રવ્યમાં જમા કરી દેવી જોઈએ. જો તેમ કરવામાં ન આવે તો દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે છે.
(૧૦) ઉપાશ્રયની કોઈપણ ચીજ (પાટ-પાટલા-જાજમ વગેરે) ધાર્મિક કાર્ય માટે કોઈ લઈ જાય તો એનો નકરો સાધારણ ખાતામાં (ઉપાશ્રય ખાતામાં) આપવો જોઈએ.
(૧૧) ઉપાશ્રય અને દેરાસરની કોઈપણ વસ્તુ સાંસારિક કાર્યો માટે આપી ન શકાય.
૧૪. આયંબિલ તપ:
આયંબિલ તપ માટે કરેલું ફંડ, ચૈત્ર અને આસો મહિનાની ઓળીના આદેશની બોલી કે નકરાની રકમ, આયંબિલ માટે કાયમી તિથિની આવક, આયંબિલ ભવન નામકરણની આવક તેમજ આયંબિલ ખાતાના ભંડારની આવક આયંબિલ તપ ખાતામાં જમા થાય છે. સદુપયોગ:
– આ દ્રવ્ય આયંબિલ તપ કરનારા તપસ્વીની ભક્તિમાં અથવા આયંબિલ માટે જરૂરી વ્યવસ્થામાં વાપરી શકાય છે.
– આ ખાતામાં વૃદ્ધિ હોય તો અન્ય ગામ-શહેરોમાં આયંબિલ તપ કરનારની ભક્તિ માટે મોકલી શકાય છે.