________________
પ્રકરણ ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો ?
-
૨૯૩
કરી શકાય નહિ.
(૯) જ્ઞાનદ્રવ્યનો અને જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિરોનો ઉપયોગ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ વગેરે વ્યવહારિક શિક્ષણના કાર્યમાં કરી શકાય નહિ. (૧૦) જ્ઞાનભંડારના પુસ્તકોનો જો શ્રાવક-શ્રાવિકા ઉપયોગ કરે તો એનો સુયોગ્ય નકરો જ્ઞાનખાતામાં જમા કરવો જોઈએ.
(૧૧) જ્ઞાનાભ્યાસ સિવાય બીજા એક પણ કાર્યમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પણ આ દ્રવ્યનો ઉપયોગ ન કરી શકે. કારણ કે, દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ ઉપરના ક્ષેત્રનું પવિત્ર દ્રવ્ય છે.
(૧૨) ઉપરોક્ત કોઈ પણ કાર્ય માટે મજૂરી પેટે જૈનપંડિતને, જૈન પુસ્તક વિક્રેતાઓને, જૈન ગ્રંથપાલને અથવા કોઈ પણ જૈન વ્યક્તિને જ્ઞાનદ્રવ્યમાંથી ૨કમ આપી શકાય નહિ. જૈનને શ્રાવકોનું વ્યક્તિગત દ્રવ્ય કે સાધારણ દ્રવ્ય આપી શકાય.
→ ધાર્મિક પાઠશાળા-ધાર્મિક શિક્ષણ ખાતું
– આ ખાતું સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની જ્ઞાનભક્તિ માટેનું ખાતું છે. શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા ધાર્મિક અધ્યયન-અધ્યાપન માટે જે સ્વદ્રવ્ય અર્પણ કર્યું હોય તે આ ખાતામાં આવે છે.
♦ સદુપયોગ ઃ
(૧) આ દ્રવ્યમાંથી પાઠશાળાના જૈન-જૈનેતર શિક્ષક-પંડિતને પગાર આપી શકાય છે. આ પાઠશાળા અને તેના પંડિત-શિક્ષકનો લાભ સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા ચારે ય પ્રકારનો સંઘ લઈ શકે છે.
(૨) પાઠશાળામાં ઉપયોગી ધાર્મિક પુસ્તકો અને પાઠશાળાના બાળકો આદિ માટે ઈનામ અને પ્રોત્સાહન યોજનાઓમાં આ ૨કમનો ઉપયોગ કરી શકાય છે.
(૩) વ્યવહારિક સ્કૂલ-કૉલેજના અભ્યાસ માટે આ દ્રવ્યનો ઉપયોગ ક્યારેય થઈ શકતો નથી.