________________
પ્રકરણ - ૪ : શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ ?
ઉત્સર્ગમાર્ગ ન બનાવાય.
અપવાદને રાજમાર્ગ-ઉત્સર્ગમાર્ગ ન બનાવાય. નહીંતર મોટા દોષના ભાગી બનાય છે. અપવાદના સ્થાને અપવાદ સેવાય તો દોષરૂપ નથી. કારણ વિના-વારંવાર-નિરપેક્ષ બનીને અપવાદ સેવાય તો તે ઉન્માર્ગરૂપ બની જાય છે.
વળી, અપવાદનો અવસર ન હોય અને અપવાદ સેવવામાં આવે તો દોષરૂપ છે તથા અપવાદને રાજમાર્ગ બનાવવામાં આવે તે મહાદોષરૂપ છે. અપવાદ રાજમાર્ગ બની ગયા પછી અપવાદનું હાર્દ મરી જાય છે અને લોકો નિશ્ચિંત બનીને અપવાદનું સેવન કરીને અનર્થના ભાગી બને છે.
62
→ અહીં સંવેગરંગશાળા ગ્રંથના વિધાનો પણ ખાસ યાદ કરી લેવા જરૂરી છે -
“ત્યાં ગાથા-૨૭૭૬થી ૨૭૭૮ સુધીમાં સાધારણદ્રવ્ય ખર્ચવાના (સદુપયોગ ક૨વાના) દસ સ્થાનો બતાવ્યા પછી ગાથા-૨૭૯૪થી ૨૭૯૮'માં શ્રીજિનાલયના જીર્ણોદ્ધારની આવશ્યકતા ઊભી થાય તો શું કરવું ? તેનું માર્ગદર્શન આપતાં જણાવ્યું છે કે,
“એમ વિચારીને જો તે (શ્રાવક) સ્વયમેવ (સ્વદ્રવ્યથી) સમારવા સશક્ત હોય, તો પોતે જ ઉદ્ધાર કરે અને પોતે સશક્ત ન હોય તો, બીજા પણ શ્રાવકોને તે હકીકત સમજાવીને ઉદ્ધાર કરવાનું સ્વીકાર કરાવે, તેમ છતાં પોતે અને અન્ય શ્રાવકો અશક્ત હોય તો તેવા પ્રસંગે તે મંદિર સાધારણદ્રવ્યને ખર્ચવાનો વિષય બને અર્થાત્ તેવી પરિસ્થિતિમાં સાધારણ દ્રવ્યથી મંદિરનો જીર્ણોદ્ધાર કરી શકાય. કારણ કે, બુદ્ધિમાન શ્રાવક નિશ્ચે સાધારણ દ્રવ્યને પણ જેમ તેમ ન ખર્ચે. તથા જીર્ણ બનેલાં મંદિરો ટકી શકે નહીં અને બીજા પાસેથી પણ દ્રવ્ય મળવાનો સંભવ ન હોય, તો વિવેકી સાધારણ દ્રવ્યને પણ ખર્ચે.”
ન
– પૂર્વોક્ત સંવેગરંગશાળાના વિધાનોમાં શ્રીસંઘના સાધારણ