________________
૨૩૬
(૫)
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
તેવા સંકલ્પિત દેવદ્રવ્યથી) પ્રભુપૂજા-સ્નાત્રપૂજા આદિ પ્રભુભક્તિના કાર્યોની રજા આપે છે. ટૂંકમાં એ પાઠો સમર્પિત દેવદ્રવ્યથી (કે જે શુદ્ધદેવદ્રવ્ય છે, તેમાંથી) પ્રભુપૂજાદિ કરવાની રજા આપતા નથી. તેથી શ્રાવકે શુદ્ધદેવદ્રવ્યથી પ્રભુભક્તિના કાર્યો ન થાય. એ કાર્યો સ્વદ્રવ્યથી જ કરવા જોઈએ.
દેવદ્રવ્યના અનેક પ્રકાર છે. દ્રવ્યસાતિકા અવસૂરિમાં (સંબોધ પ્રકરણમાં જણાવેલા ત્રણ પ્રકાર ઉપરાંતના) બીજા પણ પ્રકારો બતાવ્યા છે. સંકલ્પિત દેવદ્રવ્ય, સમર્પિત દેવદ્રવ્ય, પૂજા દેવદ્રવ્ય, નિર્માલ્ય દેવદ્રવ્ય, કલ્પિત દેવદ્રવ્ય આવા અનેક પ્રકાર છે અને એ તમામનો ત્રણમાં સમાવેશ કરી શકાય નહીં. એ અંગેની શાસ્ત્ર અને પરંપરા પ્રકરણ-૭માંથી જાણી લેવી.
(૫/૧) સંબોધ પ્રકરણમાં જણાવેલા દેવદ્રવ્યના ત્રણે ખાતાઓ હાલ પણ સંઘોમાં જુદા જુદા નામે સક્રિય છે જ. એટલે ત્રણે ખાતાના પૈસા એકબીજામાં વપરાઈ જવાની કોઈ આપત્તિ ઊભી થની જ નથી. વિશેષ પ્રકરણ-૯માં જુઓ.
(૫/૨) એવી પરિસ્થિતિનું નિર્માણ થતું જ નથી અને કદાચ કોઈ સંઘોના અજ્ઞાનાદિના કારણે થાય તો પૂ. ગીતાર્થોના માર્ગદર્શનથી શુદ્ધિ કરી લેવી જરૂરી છે. તે માટે શાસ્ત્રવિરુદ્ધ રીતે તમામ પ્રકારના દેવદ્રવ્યને ત્રણ પ્રકારમાં સમાવીને મહાદોષમાં પડવાની જરૂર નથી. સ્વપ્નાદિકની ઉછામણીનું દ્રવ્ય અને પ્રભુના ભંડારનું દ્રવ્ય તે ત્રણમાંથી એકેય પ્રકારમાં સમાઈ ન શકે. તે તો જીર્ણોદ્વારાદિમાં જવા યોગ્ય શુદ્ધદેવદ્રવ્ય ખાતામાં જ જાય છે.
(૬) દેવદ્રવ્ય અંગે વિ.સં. ૧૯૯૦ના સંમેલનનો ઠરાવ શાસ્રસાપેક્ષ છે અને ૨૦૪૪ના સંમેલનનો ઠરાવ શાસ્ત્રનિરપેક્ષ છે.
(૬/૧-૨) વિ.સં. ૧૯૯૦ના સંમેલને અશક્ત સ્થળોએ સામગ્રીના