________________
૨૨૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા પાદ. શ્રી અભયસાગરજી મહારાજે “શાસ્ત્રીય સંચાલન પદ્ધતિ' પુસ્તક પૃ. ૩૪ ઉપર ૧૯૯૦ના સમેલનના લખાણને જ અનુમોદન આપ્યું છે, તે શાસ્ત્રીય સંચાલન પદ્ધતિ'ના પુસ્તકના પેજ ૩૪ ઉપર જોઈ લેવું.
(૩) તદુપરાંત, આગમ જયોત, વર્ષ-૪, પૃ. ૫૧ ઉપર પણ દષ્ટિપાત કરવાની જરૂર છે. જે નીચે મુજબ છે – (B) સ્વપ્નોની બોલીની રકમ દેવદ્રવ્યમાં લઈ જવાનું કારણ
અભિષેક કરવામાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, કેટલાક દેવદ્રવ્યને તફડાવી સ્વપ્નાની બોલીની ઘીની ઉપજ, તેના પૈસા છાપાછૂપી વગેરેના પરચૂરણ ખર્ચમાં લઈ જવા માટે તે દેવદ્રવ્ય નથી અને તેથી તે દેવદ્રવ્યમાં નહિ લઈ જતા બીજે લઈ જવા, એવો બકવાદ ચલાવે છે. તેને અંગે શાસ્ત્રાનુસાર શ્રદ્ધાવાળાઓ તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, જો ચૌદ સ્વપ્નો વગેરેનું ઘી બોલાય છે તે પ્રથમ તો તે તીર્થંકરપણાની સ્થિતિનું અનુકરણ છે અને તે ગજવૃષભાદિ સ્વપ્નો ભગવાન તીર્થંકરની માતાને આવેલા છે...સ્વપ્નાની બોલીની પ્રવૃત્તિ મુખ્યતાએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે જ છે. ઐન્દ્રી આદિ માળાનો પ્રસંગ નિયમિત ન હોવાને લીધે, તેને સ્થાને તે કરેલી જણાય છે. કેમકે, પર્યુષણાના અણતિકા વ્યાખ્યાનમાં પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે, દેવદ્રવ્યની વૃદ્ધિને માટે ઐન્દ્રી આદિ માળાની પ્રવૃત્તિ બંધ થઈ ત્યારે આ સ્વપ્નાદિની બોલીની પ્રવૃત્તિદેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રવર્તેલી છે. કેમકે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ તોજિનેશ્વર મહારાજના ઉપાસકોનું પરમ કર્તવ્ય જ છે.
(– આગમ જ્યોત, વર્ષ ૪, પેજ ૫૧.) મુદ્દા નં. ૧૬ઃ (પેજ નં. ૧૬૭)
“આ બે મહાપુરુષોના વિચારો ઉપરથી નક્કી થાય છે કે સ્વપ્નાદિની ઉછામણીની રકમ પૂજા દેવદ્રવ્યમાં ન લેતા કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવી જોઈએ. કેટલાક એમ કહે છે કે “આ રકમ પૂજા નિર્માલ્ય અને કલ્પિતમાંથી એકમાં ન લઈ જતા બોલી દેવદ્રવ્ય નામનો ચોથો પેટા ભેદ ઉભો કરીને તેમાં આ રકમ લઈ જવી જોઈએ.”