________________
૨૨૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આચાર્ય ભગવંતોને પૂછી લેવું.
મુદ્દા નં. ૧૪ (પેજ-૧૬૪)
“સ્વપ્નાદિ બોલી ચઢાવાની રકમ કલ્પિત દેવદ્રવ્ય ખાતે ગણવામાં સમ્મતિ આપતા બીજા મહાપુરુષ છે પૂ.પા. સ્વર્ગસ્થ, સિદ્ધાંત મહોદધિ આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ.
વાત એવી બની હતી કે તા. ૧૧-૧૦-૫૧નાં દિવસે મોતીશાહ લાલબાગ જૈન ચેરિટેબલ સંસ્થાનાં ટ્રસ્ટીઓએ પૂજા આરતી આદિના ચઢાવાની રકમને શાસ્ત્ર પાઠો ગાથાઓ સાક્ષી તરીકે ટાંકીને કલ્પિત દેવદ્રવ્ય તરીકે ગણીને તે રકમમાંથી ગોઠીના પગાર, કેસર વગેરેમાં ઉપયોગ કરવાનું સર્વાનુમતે ઠરાવ કર્યો હતો. આ રહ્યો તે ઠરાવ - વગેરે.” સમાલોચના:
(૧) અહીં પણ પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાની સંમતિ હતી, એવો કરાતો પ્રચાર તદ્દન અસત્ય છે. પૂજ્યશ્રીનો સ્વપ્નદ્રવ્ય અંગેનો સત્તાવાર પત્ર નીચે આપવામાં આવે છે -
મુંબઈ, લાલબાગ ભા.વ. ૧૪
૫.પૂ. પાદ આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તરફથી શાંતાક્રુઝ મધ્ય દેવગુરુ ભક્તિકારક સુશ્રાવક જમનાદાસભાઈ યોગ્ય ધર્મલાભ. તમારો પત્ર મળ્યો, વાંચી હકીકત જાણી.
સુરત, ભરૂચ, અમદાવાદ, મહેસાણા અને પાટણમાં મારી જાણ મુજબ કોઈ અપવાદ સિવાય સુપનની આવક દેવદ્રવ્યમાં જાય છે.
વડોદરામાં પહેલાં હંસવિજયજી લાયબ્રેરીમાં લઈ જવાનો ઠરાવ કર્યો હતો, પણ પાછળથી ફેરવીને દેવદ્રવ્યમાં લઈ જવાની શરૂઆત થઈ
હતી.
ખંભાતમાં અમરચંદ શાળામાં દેવદ્રવ્યમાં જ જાય છે. ચાણસ્મામાં દેવદ્રવ્યમાં જાય છે, ભાવનગરની ચોક્કસ માહિતી નથી.