________________
૬૧
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
સ્નાન કરાવ્યા પછી મોહરહિત શ્રીજિનનાં અંગોને અતિશય કોમળ અને સુગંધી વસ્ત્રથી (અંગલુછણાથી) લૂછે = કોરા કરે. (૬૧)
કેશર-ચંદનને કપૂરથી મિશ્રિત કરીને અર્થાત્ એ ત્રણેને મિશ્રિત કરીને તેનાથી પરમભક્તિપૂર્વક શ્રીજિનબિંબોને વિલેપન કરે. (૬૨).
વિવિધ રીતે પુષ્પોગુંથવા વગેરે રચના કરવામાં કુશળ શ્રાવક સુંદર વર્ણવાળા અને સુગંધી એવા ઉત્તમ પુષ્પોને પરોવવા કે ગૂંથવા વગેરે રીતે વિવિધ રચના કરીને પુષ્પપૂજા કરે, ભક્તિયુક્ત શ્રાવક ચીનાશૂક વગેરે ઉત્તમ વસ્ત્રોથી અને ઉત્તમ સુગંધી (વાસક્ષેપ વગેરે) દ્રવ્યોથી હૃદયને આનંદ આપનારા અને વિશ્વપૂજિત એવા શ્રી જિનોની પૂજા કરે. (૬૩
૬૪).
૩) નિર્ધન શ્રાવક માટેની વિધિઃ હવે ઋદ્ધિમાનની પૂજા પછી અમૃદ્ધિમાન માટે કહે છે –
एवं वीही इमो सव्वो रिद्धिमंतस्स देसिओ। इअरो नियगेहंमि, काउं सामाइयं वयं ॥७७॥ जइ न कस्सइ धारेइ, न विवाओ अविज्जए । उवउत्तो सुसाहुव्व गच्छए जिणमंदिरं ॥७८॥
અર્થ (ઋદ્ધિમાન શ્રાવકની પૂજાવિધિનો ઉપસંહાર કરતાં સૂત્રકાર સામાન્ય શ્રાવક સંબંધી જિનમંદિરમાં જવાની વિધિને બે ગાથાથી કહે છે.)
(૩૭મી ગાથાથી પ્રારંભીને ૭૬મી ગાથા સુધી કહેલી) જિનમંદિરમાં જવાની એ સમસ્ત વિધિ ઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને કહી છે. સામાન્ય (નિધન) શ્રાવક જો પોતાના ઉપર કોઈનું દેવું ન હોય અથવા કોઈની સાથે તકરાર ન હોય તો પોતાના ઘરે સામાયિક ઉચ્ચારીને સુસાધુની જેમ ઈર્યાસમિતિ આદિમાં ઉપયોગવાળો થઈને જિનમંદિરે જાય.