________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૧૪૬
ગોઠવાય, તો હજારો દેરાસરોના પૂજારીનો પગાર દેવદ્રવ્યમાંથી જાય અને પૂજાની સામગ્રી પણ દેવદ્રવ્યમાંથી આવતી થઈ જાય, તો દેવદ્રવ્યની કેટલી હાનિ થાય ? અને શ્રાવકો કેટલા દોષમાં પડે ? એ વિચારજો. આથી આપણે એવું ઇચ્છીએ કે, એવી વ્યવસ્થા ગોઠવવામાં એમને સફળતા ન મળે.
→ અપવાદિક માર્ગ અને રાજમાર્ગ વચ્ચેનો ભેદ જે સમજે છે, તેને ૧૯૯૦ અને ૨૦૪૪’ના ઠરાવો વચ્ચેનું અંતર પણ સમજાઈ જશે.
અગત્યનો ખુલાસો-૧ : આ.શ્રીઅભયશેખરસૂરિ મ. લિખિત દેવદ્રવ્ય અને જિનપૂજા’ પુસ્તકમાં શ્રાવકની જિનપૂજાની વિધિ અંગે ખૂબ કુતર્કો થયા છે. આગળ કરેલી સમાલોચનાથી એ સર્વે કુતર્કોની પણ સમાલોચના થઈ જાય છે અને આગળના પ્રકરણોમાં પણ એની વિશેષ વિચારણા કરીશું.
અગત્યનો ખુલાસો-૨ : ‘વિચાર સમીક્ષા’ પુસ્તકના નામે ચાલતા અપપ્રચારની સમીક્ષા :
(‘દેવદ્રવ્ય અને જિનપૂજા’ નામના પુસ્તકમાં પૃ.-૨ ઉપર પૂ.આ.ભ. શ્રી.વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ મુનિ અવસ્થામાં “દેવદ્રવ્યમાંથી જિનપૂજા થઈ શકે” એવી માન્યતા ધરાવતા હતા, એવો લોકોમાં ભ્રમ ઊભો કરવાની બાલીશ ચેષ્ટા કરી છે. આ વાસ્તવિકતા નથી. પરંતુ અપપ્રચાર છે. સમીક્ષા કરતાં પૂર્વે જે લખ્યું છે તે જોઈ લઈએ-)
ખુદ સ્વ. પૂ.આ.શ્રી વિજય રામચન્દ્રસૂરિ મહા૨ાજ પણ વર્ષો પૂર્વે વિચારસમીક્ષા નામના પુસ્તકમાં પૃ. ૯૭ પર આ પ્રમાણે લખી ચૂક્યા છે કે
“શ્રી જિનેશ્વરદેવના સ્થાપના નિક્ષેપાને (મૂર્તિને) માનનારને જિનચૈત્ય, તેની પૂજાની, તે માટે જરૂરી ઉપકરણોની અને તેમાં ખામી ન આવે તે ખાતર દેવદ્રવ્યની વૃદ્ધિની અને તેના સંરક્ષણની અનિવાર્ય આવશ્યકતા છે.”