________________
૨૩૪
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ફંડમાંથી લાવેલી સામગ્રી દ્વારા એ પૂજા કરે, તો તેણે એ ફંડમાં શક્તિ અનુસારે લાભ લેવો જોઈએ. જેથી સ્વદ્રવ્યથી જિનપૂજા કરવાની શાસ્ત્રાજ્ઞાનું પાલન થાય.
(૧/૭) પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાંથી શ્રાવક જિનપૂજા કરે તો તેને દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણનો દોષ લાગે અને એનું પ્રાયશ્ચિત્ત પણ આવે. કેટલું આવે એ ગીતાર્થ આલોચનાચાર્યનો વિષય છે. જાહેરમાં ચર્ચવાનો વિષય નથી.
(૧/૮) “સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ' આ નિયમ તમામ શ્રાવક માટે છે. નિર્ધન શ્રાવકો માટે ગ્રંથકારોએ સામાયિકાદિ અને દેરાસરના અન્ય કાર્યો કરીને લાભ લેવાનું જણાવ્યું છે. અહીં જે ‘સ્વદ્રવ્ય’ પછી ‘જ’કાર વપરાયો છે, તે મુખ્યપણે દેવદ્રવ્યના વ્યવચ્છેદ માટે વપરાયો છે.
(૧/૯) પરદ્રવ્યથી થતી જિનપૂજાનો એકાંતે નિષેધ કોઈ કરતું જ નથી. જિનભક્તિ સાધારણરૂપ પરદ્રવ્યથી જિનપૂજા કરનારે પણ શક્તિ અનુસારે એમાં સ્વદ્રવ્ય જોડવું જોઈએ એમ કહેવાય છે અને જેટલા અંશે જિનપૂજામાં પરદ્રવ્ય વપરાયું છે, તેની પુણ્યપ્રાપ્તિનો લાભ એ દાતાને મળે એવી ભાવના ભાવવાનું ષોડશક ગ્રંથાધિકારના આધારે કહેવાય છે, કે જેથી ભાવશુદ્ધિ અખંડ રહે.
(૧/૧૦) શક્તિસંપન્ન પણ ભાવનાહીન શ્રાવક દેવદ્રવ્યથી પૂજા કરી શકે નહીં. શક્તિસંપન્ન શ્રાવક જેટલી પણ ભાવના હોય, એ ભાવના મુજબ એણે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ અને વધુ શક્તિ ફોરવવાનો ભાવોલ્લાસ પ્રગટે એવી પ્રાર્થના હંમેશાં પ્રભુ પાસે કરતા રહેવું જોઈએ.
વર્તમાનમાં જિનભક્તિસ્વરૂપે બોલાતી સ્વપ્નાદિકની બોલીની
(૨)