________________
પરિશિષ્ટ-૨૧ પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા. અને પૂ. ધર્મસાગરજી ગણિવર (પૂ. અભયસાગરજી મ.સા.ના ગુરુદેવ)ની ગુરુદ્રવ્ય અંગેની માન્યતા
શ્રી દ્રવ્યસપ્તતિકાના પાઠોને પ્રમાણ ગણીને પૂ.આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી સ્થાપિત “શ્રી સીમંધરસ્વામી જિનમંદિર ખાતુંમહેસાણા આ સંસ્થા દ્વારા વિ.સં. ૨૦૧૭માં પ્રકાશિત “સ્વપ્ન દ્રવ્ય વિચાર નામની પુસ્તિકામાં ‘ગુરુદ્રવ્ય” વિભાગમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે.
““ગુરુદ્રવ્ય” પાંચ મહાવ્રતધારી, સંયમી, ત્યાગી, મહાપુરુષોની સામે ગહુલી કરી હોય કે, ગુરુની નાણાથી પૂજા, ગુરુપૂજાની બોલીના પૈસા જીર્ણોદ્ધારમાં ખર્ચવા જોઈએ, એવું દ્રવ્ય સપ્તતિકામાં સ્પષ્ટ જણાવ્યું છે. દેવદ્રવ્ય, જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે.”
શ્રી જૈન શ્વેતાંબર સંઘની પેઢી, પિપલી બજાર, ઇન્દોર સીટી તરફથી વિ.સં. ૨૦૨૨માં “ધર્મદ્રવ્ય વ્યવસ્થા” નામનું પુસ્તક પ્રકાશિત થયેલ છે. જેના સંપાદક:- સ્વ. પૂ. આચાર્ય શ્રી ચન્દ્રસાગરજી મ.સા.ના શિષ્યરત્ન તપસ્વી શ્રી ધર્મસાગરજી ગણિ છે. તેમાં “ગુરુદ્રવ્ય” વિભાગમાં ગુરુપૂજનના પૈસા તથા ગુરુપૂજનની બોલીના પૈસા દેવદ્રવ્ય જીર્ણોદ્ધાર ખાતામાં જાય તે સંગત (યોગ્ય) છે તેમ જણાવેલ છે.
ટિપ્પણીઃ પૂર્વોક્ત માન્યતા સુવિહિત પરંપરાની ગવાહી પૂરે છે. સંમેલનના ગુરુદ્રવ્ય અંગેના ઠરાવને અસત્ય જાહેર કરે છે.