________________
પરિશિષ્ટ-૧
૩૧૫ શાસ્ત્રમાં કહેલી છે, દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વગેરે કાર્યો વિવેકીઓએ કરવાં જોઈએ એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી જ તે દ્રવ્યને જિનાજ્ઞાપાલકોથી તો અન્ય ખાતામાં લઈ જવાય જ નહીં. (૮) બોલીઓ કુસંપ નિવારણ માટે કલ્પેલી નથી પણ શાસ્ત્રોક્ત છે.
વિ.સં. ૧૯૭૬ના સંમેલનમાં દેવદ્રવ્ય અંગે ઠરાવ કરતાં જણાવ્યું છે કે -
માળોદ્ઘાટન :- પરિધાપનિકા મોચન અને ચૂંછન કરણ વગેરેમાં ચડાવાથી કાર્ય કરવાની રીત સેંકડો વર્ષ પહેલાથી ચાલી આવતી શાસ્ત્રોમાં કહેલી છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ માળા પહેરવી વગેરે કાર્યો વિવેકીઓએ કરવા જોઈએ. એમ શાસ્ત્રકારો કહે છે અને તેથી જ તે દ્રવ્ય જિનાજ્ઞાપાલકોથી તો અન્ય ખાતામાં લઈ જવાય નહિ.
જેમ રૂપૈયા-ટાંકો-કોરીયો વગેરે બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં આવે છે, તેવી જ રીતે તેલ, ઘી વગેરે બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તે શાસ્ત્રોક્ત જ છે. પણ તે બોલી શ્રાવકનો કુસંપ નિવારવા માટે કોઈએ કાઢેલી નથી.
જેમ ભિન્ન ભિન્ન સ્થાનોમાં જુદા જુદા સિક્કાના પૈસા-પાઈઓ વગેરેના ભાવમાં અનિયમિતપણું હોય છે, પણ તેથી તે ભાવો કલ્પિત કહી શકાય નહિ.
દેવદ્રવ્યની વૃદ્ધિ અને તેનું સંરક્ષણ શાસ્ત્રાધારે તીર્થંકરપણાને પ્રાપ્ત કરાવનાર અને સંસાર સાગરથી તારનાર હોવાથી તે વૃદ્ધિના માર્ગને બંધ કરનારને દેવદ્રવ્યની જરૂર નથી એમ કહી તેની વૃદ્ધિના સુપ્રયત્નોને તોડનાર પોતાના આત્માને કેટલો મલિન કરે છે, તે આ ઉપરના નિર્ણયોથી જાણી શકાશે અને તેથી જ દેવદ્રવ્યને નાકબૂલ કરનાર તથા દેવદ્રવ્યની વૃદ્ધિના ચાલતા ઉપાયોનો નિષેધ કરનારને શાસન પ્રેમીઓ રોકવા માટે ચર્ચા કરે છે, તે ચર્ચાને વજુદ વગરની કહેવી અને તેને ઝગડાનું રૂપ આપવું તે શાસ્ત્રથી પ્રતિકૂળ છે, તે
૧. વિ.સં. ૧૯૭૬ના આ ઠરાવમાં બોલી = ચઢાવાની પરંપરાને શાસ્ત્રોક્ત જણાવી છે. જ્યારે સં. ૨૦૪૪ના સંમેલનના સૂત્રધારો બોલી = ચઢાવાની પ્રથાને ચૈત્યવાસી વગેરે શિથિલાચારીઓએ ચાલું કરેલી અશાસ્ત્રીય પરંપરા છે, એમ જણાવે છે. પોતાના અશાસ્ત્રીય નિર્ણયોને સિદ્ધ કરવા આવું દુઃસાહસ સંમેલનના સૂત્રધારો કરે છે, તે યોગ્ય નથી.