________________
૩૧૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભારતવર્ષીય શ્રમણસંમેલન - દેવદ્રવ્યાદિની વ્યવસ્થા માટે શાસ્ત્રીય નિર્ણય
: દેવદ્રવ્ય (ઠરાવ ૨) (૧) દેવદ્રવ્ય-જિન ચૈત્ય તથા જિનમૂર્તિ સિવાય બીજા કોઈ પણ ક્ષેત્રમાં ન વપરાય. (૨) પ્રભુના મંદિરમાં કે બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બોલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય. (૩) ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે. (૪) શ્રાવકોએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેનો લાભ લેવો જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતો જણાય તો દેવદ્રવ્યમાંથી પ્રભુની પૂજા આદિનો પ્રબંધ કરી લેવો. પરંતુ પ્રભુની પૂજા આદિ તો જરૂર થવી જ જોઈએ. (૫) તીર્થ અને મંદિરોના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલક્ત રાખી, બાકીની મિલ્કતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિરો માટે યોગ્ય મદદ આપવી જોઈએ, એમ આ મુનિસંમેલન ભલામણ કરે છે.
વિજયનેમિસૂરિ જયસિંહસૂરિજી વિજયસિદ્ધિસૂરિ આનન્દસાગર વિજયવલ્લભસૂરિ વિજયદાનસૂરિ વિજયનીતિસૂરિ મુનિ સાગરચંદ વિજયભૂપેન્દ્રસૂરિ
અખિલ ભારતવર્ષીય જૈન શ્વેતાંબર મુનિસંમેલને સર્વાનુમતે આ પટ્ટકરૂપે નિયમો કર્યા છે, તેનો અસલ પટ્ટક શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને સોંપ્યો છે. શ્રી રાજનગર જૈન સંઘ
કસ્તુરભાઈ મણીભાઈ વંડાવીલા તા. ૧૦.૫.૩૪
(C) વિ.સં. ૨૦૧૪ના શ્રમણસંમેલનના ઠરાવોઃ
વિ.સં. ૨૦૧૪ સન ૧૯૫૭ના ચાતુર્માસમાં શ્રીરાજનગર (અમદાવાદ) રહેલા શ્રીશ્રમણ સંઘે ડેલાનાં ઉપાશ્રયે ભેગા મળી સાતક્ષેત્રાદિ ધાર્મિક વ્યવસ્થાનું શાસ્ત્રો અને પરંપરાના આધારે દિગ્દર્શન નક્કી કર્યું તેની નકલ :