________________
૩૪૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા બોલી કે ઉપજની રકમ આવે તે દેવદ્રવ્ય ગણાય.
સુપન ઉતારવા તે તીર્થકર ભગવાનનું ચ્યવન કલ્યાણક છે. અંજનશલાકા પ્રભાસપાટણમાં અમારા ગુરુદેવ પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજ હસ્તક થયેલ, તેમાં પાંચે કલ્યાણકની આવકદેવદ્રવ્યમાં લેવાણી છે તો સુપના, પારણાઓ ચ્યવન-જન્મ-મહોત્સવની પ્રભુ ભક્તિનિમિત્તે બોલાયેલ બોલી દેવદ્રવ્ય જ ગણાય. આમાં શંકાને સ્થાન નથી. છતાં સુપના તો ભગવાનની માતાને આવ્યા વગેરે કુટ દલીલો થાય છે તે જે કંઈ પ્રશ્નો પૂછવા ઘટેતે પૂછાવશો. તમામ ખુલાસા આપવામાં આવશે.
આના અંગે લગભગ બધા આચાર્યોનો એક જ અભિપ્રાય કલ્યાણ માસિકમાં શાંતાક્રુઝ સંઘ તરફથી પૂછાયેલ પત્રોના જવાબરૂપે પ્રસિદ્ધ પણ થયા છે. સિદ્ધચક્ર પાક્ષિકમાં પૂ.સ્વ. આગમોદ્ધારક શ્રી સાગરજી મહારાજાએ પણ દેવદ્રવ્યમાં જવાનું જણાવેલ છે.
અમદાવાદ, સુરત, ખંભાત, પાટણ, મહેસાણા, પાલીતાણા વગેરે મોટા સંઘો પરંપરાથી દેવદ્રવ્યમાં લઈ જાય છે. ફક્ત મુંબઈનો આ ચેપી રોગ કેટલેક ઠેકાણે ફેલાયો હોય એ સંભવિત છે. પણ મુંબઈમાં પણ કેટલેક ઠેકાણે આઠ આની દશ આની કે અમુક ભાગ સાધારણમાં લઈ જાય છે પણ તે દેવદ્રવ્ય મંદિરનું સાધારણ એટલે તેમાંથી પૂજારી, મંદિરની રક્ષા માટે ભૈયા, મંદિરનું કામ કરનાર ઘાટીના પગાર આદિમાં વપરાય છે ને કે સાધારણ એટલે બધે વપરાય તેવા અર્થમાં નહિ. આના અંગે જેને સમજવું હોય, પ્રભુ આજ્ઞા પ્રમાણે ધર્મ પાલવો હોય, વહીવટ કરવો હોય તો દરેક વાતના શંકાના સમાધાન યોગ્ય રીતે કરવામાં આવશે.
(૨) ઉપધાન અંગે તો શ્રમણ સંઘ સંમેલનનો સ્પષ્ટ ઠરાવ છે કે દેવદ્રવ્યમાં જાય તેને માટે શંકા છે જ નહિ. બધે તે મુજબ પ્રવૃત્તિ છે. મુંબઈમાં બે વર્ષથી ઠાણા અને ઘાટકોપરમાં તે રીતે ફેરવવા લઈ જવા પ્રયત્ન થયો છે, પણ ત્યાં સંઘમાં મતભેદ પડેલ છે. એટલે નિર્ણય કહેવાય નહિ.
૧. સાગર સમાધાન પ્રશ્ન - ૨૯૭, ૨૯૪માં પણ દેવદ્રવ્ય અંગેની જ રજુઆત કરેલી છે.