________________
૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
ગણાય.
આ નિર્માલ્ય દેવદ્રવ્ય પ્રભુજીની અંગપૂજાના કામમાં વપરાતું નથી. પણ તે ચૈત્ય સંબંધી બીજા કાર્યોમાં વાપરી શકાય છે. વળી નિર્માલ્ય દ્રવ્યને આભૂષણોના રૂપમાં ફેરવી નાખ્યું હોય તો તે આભૂષણો પ્રભુજીના અંગો ઉપર ચઢાવી શકાય છે. આમ નિર્માલ્ય દેવદ્રવ્યના વિષયમાં ભજના (વિકલ્પ) છે કે તે પ્રભુના અંગે કેસર આદિ સ્વરૂપે ચઢાવી ન શકાય, પણ આભૂષણાધિરૂપે ચઢાવી શકાય.
(૩) કલ્પિત દેવદ્રવ્ય - ધનવાન શ્રાવકોએ અને સંઘમાન્ય શ્રાવકોએ અથવા શ્રાવકે પોતે જિનભક્તિનો નિર્વાહ થાય તે માટે કલ્પીને કોષ (સ્થાયી ફંડ) રૂપે જે રકમ મૂકી હોય, તે કલ્પિત (ચરિત) દેવદ્રવ્ય કહેવાય છે. આ કલ્પિત દેવદ્રવ્ય દેરાસરજી અંગેના કોઈપણ (સર્વ) કાર્યોમાં ઉપયોગી થાય છે.
ટિપ્પણી:
(૧) અહીં યાદ રાખવું કે, શાસ્ત્રમાં વર્ણવેલા પૂર્વોક્ત ત્રણ દેવદ્રવ્યના વિભાગ દેવસંબંધી દેવદ્રવ્યના છે. પરંતુ પૂર્વે જણાવ્યા મુજબના વર્તમાનમાં પ્રસિદ્ધ-શુદ્ધ જે દેવદ્રવ્ય છે, તેના તે વિભાગ નથી.
(૨) પૂજા દેવદ્રવ્યઃ “શ્રીસંબોધ પ્રકરણમાં જેને “પૂજા દેવદ્રવ્ય' તરીકે વર્ણવેલ છે, તે ભાડા આદિથી પ્રાપ્ત થયેલ દ્રવ્યસ્વરૂપ છે. અહીં સ્પષ્ટતા જરૂરી છે કે, ભાડા આદિની આવક માટે જે ઉપાયો ઊભા કર્યા હોય, તે ઉપાયો વર્તમાનમાં પ્રસિદ્ધ-શુદ્ધ દેવદ્રવ્યમાંથી ઊભા કરાયેલા ન હોવા જોઈએ. જો પ્રસિદ્ધ દેવદ્રવ્યમાંથી ઉપાયો ઊભા કરેલા હોય તો તેના ભાડા વગેરે દ્વારા પ્રાપ્ત રકમ પ્રસિદ્ધ દેવદ્રવ્યની હોવાથી તેને તેમાં જ જમા કરવી પડે, પરંતુ તેનો ઉપયોગ પ્રભુ પૂજામાં થઈ શકે નહીં. એટલે તેને પૂજા દેવદ્રવ્યમાં લઈ જવાશે નહીં.
(૩) ઘણે સ્થળે દહેરાસરમાં પ્રભુ સમક્ષ નહીં, પરંતુ પ્રભુની દૃષ્ટિ