________________
૧૮૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા સુવિહિત પરંપરા માનીને કોલાહલ મચાવવો એ અસદાગ્રહ નહીં તો બીજું શું કહેવાય?”
ટિપ્પણી: (૧) દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ચડાવા (બોલી-ઉછામણી) શ્રાદ્ધવિધિ, શ્રાદ્ધદિનકૃત્ય, ધર્મસગ્રંહ, દ્રવ્યસપ્તતિકા, અષ્ટાદ્વિકા વ્યાખ્યાન વગેરે ગ્રંથોમાં બતાવ્યા છે. અહીં તેઓને પ્રશ્ન છે કે, આ બધા ગ્રંથના કર્તાઓ શું ચૈત્યવાસી અને તેમના હાથમાં રમતા શ્રાવકોની કલ્પેલી રૂઢિઓના પ્રવર્તક છે? શું લેખકશ્રીનું એ લખાણ એ બધા ગ્રંથો અને ગ્રંથકારો ઉપર અવિશ્વાસ સૂચવે છે કે નહીં? અને એક બાજું એ બધા ગ્રંથોનો આધાર લઈ કુતર્કો કરી સ્વાભિમતની સિદ્ધિ કરવી છે અને બીજી બાજું વર્ષોથી ચાલી આવતી શાસ્ત્રીય પરંપરામાં બુદ્ધિભેદ ઊભો કરવો છે - આને કઈ નીતિ માનવી ? આવી નીતિને સજ્જનોચિત નીતિ માની શકાય? તે વાચકો સ્વયં વિચારે.
(૨) તે વર્ગને બીજો પ્રશ્ન છે કે, આવા બધા વર્ણન કરી આજના સંઘો તે બોલીઓ બંધ કરે તેવું ઇચ્છો છો કે તે બોલીઓ ચાલું રાખીને તેની આવક પોતાની કલ્પના મુજબ લઈ જવાની અંદરની ભાવના છે? આનો જવાબ આપશો !
| (B) એ જ લેખકશ્રી પાછા “ધાર્મિક વહીવટ વિચાર”માં (પ્ર.આ. પૃ.-૫ ઉપર) બોલી અંગે જુદા પ્રકારનો પ્રકાશ (!) પાથરે છે –
“વિક્રમના દસમા સૈકા બાદ યતિઓ મંદિરના ભંડારાદિની રકમનો કબજો કરીને તેનો ગેરઉપયોગ કરવા લાગ્યા એટલે આવી રકમો આપવાનું દાનવીરોએ બંધ કર્યું. આથી નિભાવ માટેની રકમની જરૂર પડી. એટલે યતિઓએ છેલ્લા ૨૦૦ ૩૦૦ વર્ષોથી ૧૪ સ્વપ્નો તથા ઉપધાનની માળા વગેરેની ઉછામણી બોલાવવાની પ્રથા શરૂ કરી.”
ટિપ્પણીઃ (૧) પૂર્વોક્ત વિધાનોથી સાવ અલગજ વિધાનો લેખકશ્રીએ