________________
અષ્ટોત્તરી સ્નાત્રની ક્રિયા પૂર્ણ થયે બધા સ્વામિવાત્સલ્યના ભોજનમાં ભાગ લેવા પધાર્યા હતા. આજનો દિવસ અષ્ટાક્ષિક મહોત્સવને છેલ્લો દિવસ હાઇને લોકોની મેદની ઘણીજ વધી પડી હતી અને છેક મોડી રાત સુધી લેકની ગીરદી એવીજ ચાલુ રહી હતી. આ પ્રમાણે આઠે દિવસ નિવિને પૂરા થવાથી તેની ખુશાલીમાં ફા. વદ ૩ના રોજ પણ ઉદ્યાપનમંડપ કાયમ રાખી બેરના પુજ, રાત્રે ભાવના વિગેરે નિયમ મુજબ કાયમ રાખી લેકને દર્શનનો અપૂર્વ લાભ આપવામાં આવ્યો હતો. ખરેખર ! ઉદ્યાપનમંડપનું દશ્ય જોનારને તાજીબજ કરી નાખે તેવું હતું. શોભામાં વૃદ્ધિ કરવા માટે સિદ્ધગિરિનું ચિત્રપટ, શ્રીપાલ મહારાજાનું ચિત્રપટ, તેના પૂર્વ ભવના ચિત્રપટ વિગેરે પટાથી લોકોને જાણવાનું પણ ઠીક મળતું હતું. આ ઉદ્યાપનને અંગે લોકોને ધમ. ભાવનાની અનુમોદના કરવાનું કામ બન્યું છે એમ અમારૂ માનવું છે. આ ઉદ્યાપનને અંગે ખર્ચ લગભગ અધ લાખનું થયું હશે એમ અમે માનીએ છીએ, આને
અંગે સાસનધ્રોત પણ ઠીક થશે છે એમ અમે જરૂર Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com