________________
તપ અને
આજ કારણથી શાસ્ત્રકાર મહારાજા સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે જે મનુષ્ય ઉત્તર ગુણેની તરફ દુર્લક્ષ્ય કરે છે તે મનુષ્ય ઘણી જ થોડી મુદતમાં મૂળ ગુણ તરફ પણ દુર્લક્ષ્ય કરનારે થાય છે. અર્થાત મૂળગુણની રક્ષા કરવાની બુદ્ધિવાળાએ ઉત્તરગુણની રક્ષા માટે પ્રયત્ન કરવા સતત કટિબદ્ધ થવું જોઈએ.
આ ઉપર જણાવેલી ઉત્તરગુણના નાશને અંગે કાલાતરે થતા મૂલ ગુણના નાશની હકીક્તને ધ્યાનમાં લેવાથી શાસ્ત્રમાં જે ક્રોધાદિક, રાત્રિભોજનાદિક, કે અન્ય બીજા પણ નાના નાના ગુણોની વિરાધનાને અંગે જણાવાતા પાપપ્રસંગના પારાયણે વાસ્તવિક છે એમ હેજે માલમ પડશે, અને શ્રીમાન રત્નશેખરસૂરીશ્વરજીએ વ્રત અને નિયમ મુખ્ય ગણું પહેલે નંબરે મૂકયા છે, છતાં વ્રત અને નિયમ બન્નેનું પાલન કરવાથી શ્રીશ્રીપાળ મહારાજા ચારિત્રપદનું આરાધન કરે છે એમ જણાવી ઉભય ધર્મના આરાધનની સરખી જરૂરીયાત સિદ્ધ કરે છે.
જૈનશાસનને સાંભળનાર અને સમજનાર સન સજજને સારી પેઠે સમજી શકે તેમ છે કે ગુણોનું આરાShree Sudharmaswami Gyanbhandarukmararágyanbhandar.com