________________
४५४
તપ અને
- એવી રીતે તપ પૂર્ણ થયા પછી મહારાજા શ્રીપાળજીએ પિતાના રાજ્ય અને લક્ષ્મીના વિસ્તાર પ્રમાણે અત્યંત શક્તિને શોભે તેવી રીતે અપૂર્વ ભક્તિથી તે નવપદનું ઉજમણું કરાવવું શરૂ કર્યું. તે ઉજમણાનો વધારે વિસ્તાર નહિ કહેતાં ટુંકાણમાં જણાવીશું. શ્રી નવપદના ઉજમણામાં શ્રી શ્રીપાળે કરેલી
ભકિત મોટા જિનઘરની અંદર ત્રણ વેદિકાવાળી, જેનું તળીઉં સફેદ છે અને નવી નવા રંગાથી જેમાં ચિત્રામણો બનાવવામાં આવેલાં છે, એવી મોટી પીઠિકા કરી તેની ઉપર મંત્રથી પવિત્ર કરેલા પાંચે રંગના
ખા વિગેરે ધાન્યથી ચિત્તને આશ્ચર્ય કરે એવું સંપૂર્ણ સિદ્ધચક્રનું માંડલું કર્યું, તે સિદ્ધચક્રના માંડલામાં સામાન્યથી અરિહંતાદિ નવે પદમાં ઘી અને ખાંડથી ભરેલા નાળિએરના નવ ગળા સ્થાપન થાય છે, પણ તે શ્રીપાળ મહારાજ કે જેઓ શ્રેષ્ઠ વિવેકને ધારણ કરનારા હતા, તેમણે તે બધા ગોળા વિશેષ સહિત
સ્થાપન કર્યા. અરિહંત મહારાજના સફેદપદમાં ચંદન Shree Sudharmaswami Gyanbhandarmaraar&gyanbhandar.com