________________
૫૪૦
તપ અને
ઉપાશ્રયે જવાને અધિકારી શ્રીમંત સિવાયને માટે રાખ્યો, અને શ્રીમંતને માટે સામાયિકનું તેટલું વખત મોડું થાય અને તેટલો વખત સામાયિક ન પણ થાય તો પણ આડંબર સાથે સામાયિક કરવા જવાનું શાસ્ત્રકારોએ ફરમાન કર્યું, કારણ કે તે બાહ્યાડંબરથી બાળજીવોને ઘણાને શાસનની અને ધર્મની અનુમોદના થઈ ઘણે લાભ થવાનો પ્રસંગ આવે, તેમજ શ્રીજિનેશ્વર ભગવાનની પૂજાથી અને શાસનની શોભાથી સાધ્ય તે વિરતિનું જ રહે છે. ભગવાન હરિભદ્રસૂરિજી ચેખા શબ્દોમાં કહે છે કે જે મનુષ્યને વિરતિ કરવાનું ધ્યેય ન હોય તે મનુષ્ય જિનેશ્વર ભગવાનની જે દ્રવ્યપૂજા કરે તે ભાવપૂજાના કારણભૂત દ્રવ્યપૂજા નથી જ, પણ માત્ર અપ્રધાનને દ્રવ્ય ગણુએ તેની અપેક્ષાએ જ તે દ્રવ્યપા છે. આ ઉપરથી સ્પષ્ટપણે સમજી શકાશે કે જે કથંચિત સામાયિક, પિષધ કરતાં જિનેશ્વર ભગવાનની પ્રતિમાની દ્રવ્યપૂજા પ્રથમ નંબરે આદરણય જણાવી છે, તે દ્રવ્ય પૂજાને ભાવપૂજાની કારણતાની અપેક્ષાએજ જણાવેલી
છે. આ વસ્તુને સમજ્યા પછી મે સુજ્ઞ મનુષ્ય સામાયિક, Shree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com