________________
૪૯૨
તપ અને
કરેલો પોતાના આખા રાજ્યની અદ્ધિનો ઉપયોગ કરીને કરેલો વંદનમહોત્સવ તે પણ અપૂર્ણ જ ગણાય, પણ બની શકે એવા પ્રકારોમાં પણ આરાધના કરનાર ખામી રાખે તે તેની આરાધનાને શોભતું નથી, માટે જેમ શ્રીપાળ મહારાજે દ્રવ્ય બને ભાવ બંને પ્રકારની ભકિતથી એ ઉત્તમોત્તમ પદનું આરાધન કર્યું, તેવી રીતે અન્ય ભવ્યાત્માઓએ પણ શ્રીનવપદને આરાધના કરવાની ઈચ્છા ધારણ કરી દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની ભકિતધારાએ જ આરાધન કરવું જોઈએ અને તે તે દ્રવ્ય અને ભાવની ભકિતધારાએ આરાધન કરતાં શ્રી સિદ્ધચક્ર મહારાજનું યંત્ર આકારે જે સ્થાપન છે, તેનું પૂજન કરવું જ જોઈએ. તે સિદ્ધચક્ર મહારાજનું પૂજન અને દ્રવ્ય અને ભાવભકિતથી આરાધના કેવળ એાળીજીના દિવસમાંજ નિયમિત થવી જોઈએ તેમ નહિ. એ વાતને સમજવા માટે ગ્રંથકારે કહેલું નિદૉપિ શબ્દ વાચકોએ
ખ્યાલમાં લેવો. વળી આવી રીતે શ્રી સિદ્ધચક્ર મહારાજનું દ્રવ્ય, ભાવભકિનઠારાએ આરાધના કરવાપૂર્વકનું પૂજન કરતાં શ્રી શ્રી પાળ મહારાજને સાડાચાર વર્ષ થયાં ત્યારે
Shree Sudharmaswami Gyanbhandavukmarærágyainbhandar.com