________________
૪૮૮
તપ અને
જે બાહ્ય, અત્યંતર બે પ્રકારનું થઈને બાર પ્રકારનું તપ છે, તેને અંગે ચેર કહે, ધાડપાડુ કહો કે લૂંટારા કહે તે બીજા કાઈજ નહિ પણ પૌગલિક વસ્તુની આકાંક્ષા વિગેરે છે. આ જાવે કે આવતા ભવમાં તપના પ્રભાવે કે ધર્મના પ્રભાવે પૌલિક વસ્તુની જે ઈછા કરવી તે આશંસા કહેવાય, અને તેજ ઈચ્છા જે અસાધારણ રૂપ પકડે તો તે નિયાણારૂપ થઈ જાય છે, અને તે આશંસા અને નિયાણું, તપના સાધ્યરૂપ મેક્ષને દૂર ને દૂર ફેંકી દે છે, માટે મોક્ષની ઇચ્છાવાળાએ તપ કરતાં આશંસા, નિયાણું, અવિધિ, અપરિણામ વિગેરે તપના દોષ છોડવા જોઈએ. એવી રીતે નિરાશ સપણું મેક્ષસાધનને અંગે અગ્રપદપણું ભગવતું હોવાથી આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ મહારાજે તપપદના આરાધનમાં તપને ભેદે જણાવતાં પહેલાં આશંસાદિ દોષરહિતપણે તપ કરવાથી જ તપનું આરાધન થાય છે એમ જણાવ્યું. મહારાજ શ્રીપાળ તપપદનું આરાધન કરતાં અનશનઆદિક છ બાહ્ય પ્રકારના તપ અને પ્રાયશ્ચિત આદિ છ અત્યંતર પ્રકારના તાપને નિરાસંસપણે
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com