________________
Suપન
૪૮૫
કર્મોને સર્વ ક્ષય થાય તેજ મેક્ષ થઈ શકે, અને નિકાચિત કર્મો હોય ત્યાંસુધી તો મેલ થવાનો સંભવજ કયાંથી હોય? એટલું જ નહિ પણ મનની સુંદરતાની સ્થિરતાધારાએ જે નિકાચિત કર્મોનો ક્ષય ન થાય, અને કમસરજ જે તે નિકાચિત કર્મો ભેગવવાં પડે તો તે નિકાચિત કર્મો ભગવતી વખત બહુલતાએ પરિણામની અશુદ્ધિ તીવ્ર રહેવાથી ફેર નિકાચિત કર્મોને બંધ થાય, અને તેવી રીતે નિકાચિતની પરંપરા ચાલતાં, મેક્ષ તે શું ? પણ મોક્ષના માર્ગની પ્રાપ્તિ પણ મુશ્કેલ થઇ જાય, માટે મેક્ષની સાધનાને અંગે નિકાચિત કર્મોને ક્ષય કરનારી વસ્તુ માનવી જ જોઈએ, અને તેમાં પણ કર્મનું નિકાચિતપણું થવું, વચન કે કાયાના કેગના પ્રભાવે થઈ શકતું નથી, પણ મનના યોગના પ્રભાવેજ થાય છે, તેથી જ તેને તેડવા માટે પણ મનની સુંદરતાની સ્થિરતાની જ જરૂર રહે, અને તે મનની સુંદરતાની સ્થિરતા તેનું જ નામ ધ્યાન, અને તે ધ્યાન બાર જાતના તપમાં છ પ્રકારને જે અત્યંતર તપ તેને એક ભેદ છે. તેથી તે તપદની
કેટલી જરૂર છે તે સહેજે સમજાશે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com