________________
Gશાપન
દેવગતિની પ્રાપ્તિની અપેક્ષાએ સમ્યક્ત્વની મહત્તા ને દેશવિરતિવાળાની ભક્તિની સરખાવટ
યાદ રાખવાની જરૂર છે કે શ્રાવકના બાર વાતોને ધારણ કરનાર મનુષ્ય પણ દેવલોકની અપેક્ષાએ તો માત્ર અયુત દેવલોક સુધીજ જઈ શકે છે, અને તેજ ઉત્કૃષ્ટ શ્રાવકની થતી અશ્રુત દેવલેક સુધીની ગતિને કેવળ સમ્યકત્વવાળો એટલે જગદુદ્ધારક જિનેશ્વર મહારાજના શાસનને પામનાર મનુષ્ય મેળવી શકે છે. અર્થાત એમ કહીએ તો પણ કથંચિત સાચું જ ગણાય કે દેવગતિની અપેક્ષાએ એટલે પરભવના સ્થાનને અંગે વ્રતધારક ઉત્કૃષ્ટ શ્રાવકની દશા અને પરમાત્માના શાસનની આરાધનાની દિશામ! કોઈપણ જાતને આંતર નથી, તેમજ જ્ઞાન અને ચારિત્રની આરાધના કરનારો પણ મહાપુરુષ જેમ એક, ત્રણ અને આઠ ભવે મુકિત મેળવી શકે છે તેવી જ રીતે ભગવાન જિનેશ્વર મહારાજના શાસનની પ્રાપ્તિ કરી તેની આરાધના કરનારો મનુષ્ય પણ તવે, ત્રણભવે કે આઠ ભવે મુક્તિ મેળવી
થકે છે. Shree Sudharmaswami Gyanbhandarkmarærágyainbhandar.com