________________
ઉજ્ઞાપન
૪૫૬
લક્ષાણ સમ્યક્ત્વ ધારણ કરવા પૂર્વક જિનવચનનું શ્રવણ ગયું છે. વળી આવશ્યકનિયુક્તિ વિગેરેમાં એકલા સમ્યકૃત્વ ધારણ કરનારને પણ શ્રાવક તરીકે ગણવામાં આવ્યા છે, અને શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ભરત મહારાજ કૃષ્ણ મહારાજ અને શ્રેણિક મહારાજ સરખા કે જેઓ સમ્યક્ત્વ સિવાય યતકિંચિત્ પણ હિંસાદિકની વિરતિ કરવારૂપ અનુવ્રતને ધારણ કરવાવાળા નહતાં છતાં તેઓને શ્રાવક તરીકે અને શ્રીસંઘના અંગ તરીકે ગણ વામાં આવેલા છે, અને તેથી જ સ્પષ્ટ થાય છે કે ફક સમ્યક્ત્વને ધારણ કરનારો પણ શ્રાવક ગણાઈ, ચતુર્વિધ સંઘમાં ગણાય અને તેથી ચતુર્વિધ સંઘના નમસ્કારમાં તેને પણ નમસ્કારનું પાત્ર માનવામાં આવે તે પછી તેવા અવિરતિ સમ્યગ્દષ્ટિવાળાની પણ ભક્તિ અને પ્રશંસા કરવી એ તીર્થંકર મહારાજને અનુસરનારા સલ જીવોનું કર્તવ્ય હોય તેમાં આશ્ચર્ય શું ? મહારાજા ઉદયને સાધર્મિક ભક્તિને અંગે કરેલ
પ્રોતનો પબંધ ને રાજ્યોર્પણ આવી રીતે અવિરતિ સમ્યગ્દષ્ટિની પણ ભકિત Shree Sudharmaswami Gyanbhandarkarærágyanbhandar.com