________________
વધાપન
૪૫૫
યને લીધે જ બાંધેલા પાપથી આ ભવમાં દુઃખી થાય છે. જેઓએ પહેલા ભવમાં અધર્મ કે અન્યાય કરેલે હેય નહિ, તેઓને તેવું દુઃખ દેનારૂં પાપ પણ બંધાએલું હોય નહિ, અને તેનું પાપ ન બંધાએલું હોય ત્યારે આ ભવમાં એને દુઃખી થવાનું ન હોય, અને દુઃખી ન હોય તે તે અનુકંપાનું પાત્ર બને જ નહિ, માટે નિર્ગુનેગાર અને નિષ્પાપ મનુષ્યોને માટે દયાને પ્રસંગ હોયજ નહિ, અને જે મનુષ્યએ પૂર્વ ભવમાં અન્યાય અને અધર્મો કરેલા છે, તેવાઓને દુઃખ દેનારાં પાપ બંધાએલાં છે, અને તે પાપના ઉદયને લીધે આ ભવમાં દુઃખી થાય છે, તો હવે તે દુઃખી દુઃખ તરફ ન જોતાં તેના પૂર્વે કરેલા અન્યાય, અધમ અને પાપે તરફ જોવામાં આવે તો તે દુઃખીના દુઃખેને ટાળવાની બુદ્ધિ કે તે દુ:ખ ટાળવાનો પ્રયત્ન કરવો કોઇપણ પ્રકારે વ્યાજબી ઠરે નહિ, અને જે ગયા ભવના અધમ અને પાપને અંગે તેના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન ન કરાય તે વર્તમાનમાં જેઓ અધર્મ અને અન્યાય કરીને દુઃખી થએલા હોય તેઓનાં દુઃખાને દૂર કરવાનો વિચાર તો આવે જ કયાંથી? Shree Sudharmaswami Gyanbhandarukmararsgyanbhandar.com