________________
તપ અને
કે પૂર્ણ આયુષ્યવાળા કે શિથિલ આયુષ્યવાળા જેવો હોય તો પણ તેઓને બચાવ કરવો તેજ ધર્મ છે, એટલું જ નહિ પણ સાથે એ પણ બીજી વાત કબુલ કરવી પડશે કે તે ઇસમિતિઆદિ ધર્મ કરવાથી અને ચાલવા વિગેરેથી બચેલા પ્રાણીઓ કે નહિ મરેલા પ્રાણીઓ તેમની જિંદગીમાં જે કાંઈ પણ તે બચવાના કાળ પછી પાપ કરશે તેનું લેશ પણ અનુમોદન કે સંબંધથી થવાવાળો બંધ એ ઈર્યાસમિતિઆદિક ધર્મ કરનારને નથી. બચાવવાની બુદ્ધિ એજ ધર્મ હોય તેજ
સમિતિઆદિનું એકાંત ધમપણું જો એમ ન માનીએ તો ઇસમિતિઆદિક પ્રવચન માતાઓની પ્રવૃત્તિ એકાંત ધર્મરૂપે રહે નહિ, પણ અલ્પ ધર્મ અને બહુ પાપરૂપજ થાય, કેમકે મરણનું દુ:ખ ન કર્યું એ એક ધર્મ થાય, પણ તે મરણના દુઃખથી બચેલા પ્રાણી જે અઢારે પાપસ્થાનકે સેવે તેની અનુમોદનાનો અધર્મ પણ તે સમિતિ આદિ પાળનારને માથે જ આવે, અને તેથી તે ઇસમિતિઆદિની પ્રવૃત્તિ એકાંત ધર્મરૂપ નહિ રહેતાં અલ્પધર્મ અને બહુ પાપરૂપ
Shree Sudharmaswami Gyanbhandarykimararsgyanbhandar.com