________________
ઉલાપન
૪૭
વર્ણનથી જાણવાની ભલામણ કરેલી હોવાથી એ જણાવવું જરૂરી છે કે પ્રશસ્તરાગ ગુણ અને ગુણી બંનેને અંગે હોય, પણ પ્રશસ્તષ તો કેવળ જ્ઞાનાવરણુયાદિ કર્મો, અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાદિ અવગુણોને અંગેજ હોય, પણ તે અવગુણુવાળા ઉપર જે દ્વેષ થાય તેને પ્રશસ્તદેષ કહી શકાય જ નહિ, કેમકે તે અવગુણવાળો છવ તે મુખ્યતાએ કરૂણાભાવનાને પાત્ર છે, પણ છતાં કદાચ તે અવગુણવાળો જીવ કરૂણાના વિષયમાંથી પણ બહાર નીકળી જાય, અર્થાત્ તેના અવગુણ ટળી શકે તેવા ન હોય, અગર તે અવગુણોને ટાળવાના ઉપાયો ન હોય અથવા તે તેના અવગુણે ટાળવા જતાં તે અવગુણે ન ટળતાં ચક્રવત વ્યાજની પિ વધવાનો જ પ્રસંગ લાગતો હોય તો પછી તેવા અવગુણીઓને માટે ચોથી માધ્યસ્થ એટલે ઉપેક્ષાભાવનાજ સાસ્ત્રકારોએ ફરમાવેલી છે, અર્થાત અવગુણ ઉપર દ્વેષ કરે તે કોઈપણ ભાવના કે કોઈપણ ધર્મને વિષય જ નથી. જો કે જીવોની
સરાગદશા હેવાને અંગે જેમ ગુણાનુરાગની સાથે સ્નેહShree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com