________________
વાપન
૪૦૧
વાળો થયેલો જીવ પોતાની તેવી શ્રદ્ધા ને ન ટકાવી શકે તો તે ભગવાનના શાસનથી અને સમ્યગ્દાનથી પતિત થએલો ગણાય. જે કે તેવી રીતે શ્રદ્ધા પ્રાપ્ત થવી
ખસવું, વળી શ્રધ્ધા પ્રાપ્ત થવી, વળી શ્રદ્ધાથી ખસવું એમ એક જન્મમાં પણ હજારો વખત બને છે, અને આખા ભવચક્રની અપેક્ષાએ તે હજારો અસંખ્યાતી વખત તેવી શ્રદ્ધાઓનું આવવું, ખસવું અને આવવું થાય છે, અને તેથીજ શાસ્ત્રકારે સમ્યક્ત્વના અસંખ્યાત હજાર આકર્ષ આખા ભવચક્રમાં કહે છે, અને એક ભવમાં હજારો આકર્ષે કહે છે, એટલું જ નહિ પણ ઉપર જણાવેલી રત્નત્રયીની માન્યતા અને સમ્યગ્દર્શનની આરાધનાના વિચારોની ફેરફારીને લીધે જ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતા ભાગના પ્રદેશ જેટલા ભવ સુધી તેવી શ્રદ્ધાના રંગે જીવને આવી જાય છે એમ સ્પષ્ટપણે શાસ્ત્રકારો જણાવે છે. યાદ રાખવાની જરૂર છે કે કુલાચારે કે વ્યવહારથી કરાતી દેવ, ગુરુ, ધર્મની આરાધના
એક જન્મમાં હજારો વખત પલટવાનો સંભવ ઓછો છે. Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com