________________
૪૨૨
તપ અને
થાતજ નહિ, અને તે હાથીના ભવની અનુકંપાનું દૃષ્ટાંત શ્રમણ ભગવાન્ મહાવીર મહારાજ ધર્મને અંગે કષ્ટ સહન કરવામાં આપતજ નહિ. એમ નહિ કહેવું કે સસલાને તે હાથીએ માર્યો નહિ તે રૂપ અનુકંપા અહીં લેવી, પણ બચાવવાની બુદ્ધિરૂપ અનુકંપા ન લેવી, કારણ કે નહિ મારે એનું જ નામ અનુકંપા લઈએ તો પ્રથમ તે અભયદાન અને અનુકંપાદાન એક થઈ જાય. વળી કોઇપણ જીવ પિતાની જિંદગીમાં જેને સતત નાશ કરતે હોય તે પણ તેને નાશ નહિ કરેલા જીવો અનંતગણું છે તેથી તે બધાની દયાનો લાભ મળી જાય, અને તેથી કેપણુ જીવ ચાહે તે હિંસક હોય તેને દુર્ગતિએ જવાનું રહે જ નહિ, પણ આ વાત કોઇપણ શાસ્ત્ર કે શાસ્ત્રાનુસારી માનતો કે મનાવતો છેજ નહિ, અને તેથી તથા શ્રીજ્ઞાતાસૂત્રમાં કહેલા મેઘકુમારના માત્ર સસલાની કહેલી અનુકંપાના દષ્ટાંતથી દરેક શાસ્ત્રાનુસારીને માનવાની ફરજ પડશે કે બચાવવાની બુદ્ધિ તેજ અનુકંપા છે, અને તેથી જ ચાવનારને માત્ર બચાવ
વાની બુદ્ધિરૂપી અનુકંપાનું જે ફળ મળે છે. Shree Sudharmaswami Gyanbhandarumarærágyainbhandar.com