________________
૩૮૮
તપ અને
દીર્ધદશિતાના અભાવને જ આધીન થાય, માટે જ સર્વવિરતિને ઉપદેશ આપ્યા સિવાય દેશવિરતિનો ઉપદેશ આપવામાં શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત જણાવેલું છે. દેશવિરતિનો પણ ઉપદેશ કર્તવ્ય જ છે - પૂર્વે જણાવ્યા પ્રમાણે સમ્યફત્વ પામેલા જીવને સર્વ વિરતિનો ઉપદેશ આપતાં કેટલાક લઘુકમાં છે તેજ સમ્યક્ત્વની સાથે સર્વવિરતિને પ્રાપ્ત કરે છે, પણ સર્વ છ કરણીમાં સરખા ન હોય એ નિયમને અનુસરીને હિંસાદિક સર્વ પાપથી વિરિત કરવાનું પિતાની અશક્તિ કે આસક્તિને લીધે અસમર્થ જણાય તો તેવા જેવો વિ. તિના માર્ગથી સર્વથા દૂર રહે નહિ, મથત નિરંકુશપણે સર્વ પાપમાં પ્રવર્તેલા રહે નહિ, અને અંશે પણ પાપના વિરતિ કરવાવાળા થવાથી પરિણામે સર્વ પાપોથી સર્વથા વિરતિ કરવાવાળા થાય એ મુદાથી સર્વવિરતિના પહેલા વર્ગ તરીકે દેશવિરતિ એટલે કંઈક અંશે પાપની નિવૃત્તિ કરવાનો ઉપદેશ આપવાની જરૂર રહે, આવી રીતે સર્વવિરતિ કે દેશવિરતિને પામેલા જી વિરતિવાળા
ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandarkarærágyainbhandar.com