________________
ઉધાપન
મહારાજા ચારિત્રપદનું આરાધન કરતાં દેશ કે સર્વથી વિરતિને ધારણ કરનારા મહાનુભાવો ઉપર ભક્તિરાગ કરે છે. એ વાત ધ્યાનમાં રાખવાની છે કે ચારિત્ર એ આત્માને સ્વાભાવિક ગુણ છતાં પણ મેહનીય કર્મનાં પટલથી તે ગુણ આવરાયેલ છે, અને જ્યાં સુધી તે ચારિત્ર મોહનીયનાં પટલ ખસે નહિ ત્યાં સુધી આ ત્માને ચારિત્રગુણ પ્રગટ થાય નહિ, અને તે ચારિત્રને રોકવાવાળાં મોહનીયનાં પટલે જે કે ચારિત્રની ઈચ્છા અને તેની સામાન્ય ક્રીડાથી ખસે છે, પણ તે ચારિત્રના રોકનાર મેહનીયના પટલનો ખરેખરો નાશ ચારિત્રવાળાના ભકિત બહુમાનથી જ થાય છે. અર્થાત જે આત્માને જે ગુણે પ્રાપ્ત કરવા હોય તે આત્માએ તે તે ગુણો પ્રાપ્ત કરનારા લેકેતમપુરુષીની ભક્તિ, બહુમાનદ્વારાએ સેવાભાવ કરવો તેજ તે ગુણોને પ્રાપ્ત કરવાનું મુખ્ય રસ્તો છે, તેથી જ મહારાજા શ્રીપાળ દેશ કે સર્વથી વિરતિને ધારણ કરનારા મહાનુભાવની ભકિતમાં લીન
રહી ચારિત્રપદની આરાધના કરે છે. Shree Sudharmaswami Gyanbhandavukmararágyanbhandar.com