________________
Rાપન
ચૂર્ણિકારોએ પુસ્તક રાખવાનું જણાવ્યું છે, તેથી નક્કી થાય છે કે સાધુઓને અન્ય ચારિત્રાદિ ઉપકરણોની માદક પુસ્તકે રાખવાના શાસ્ત્રકારોની આજ્ઞાથી વિધાનો છે. વળી મેધાદિકની હાનિ ન હોય ત્યારે પુસ્તકોનું રાખવું તે અસંજમ છે એમ ગણ મેધાદિકની હાનિથી જે પુસ્તકે રાખવાને સંજમ ગણાવ્યું છે તે જ સ્પષ્ટપણે એમ જણાવે છે કે સત્તરે પ્રકારે સંજમને પાલન કરવાવાળા સંયમધારીઓ પુસ્તકે રાખે, અને તે વતમાનકાળમાં અમંજમ નહિ ગણાતાં સંજમ ગણાય. પુસ્તકને ઉપયોગ કરવાની જરૂર
એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે શ્રીપંચવસ્તુ આદિ શાસ્ત્રોના અભિપ્રાય મુજબ પ્રતિક્રમણ અને પ્રતિલેખનાદિ ક્રિયા સિવાયના સર્વે વખતમાં સાધુએ સ્વાધ્યાયમાં પ્રયત્ન કરવો જોઈએ, અને તેવા સતત સ્વાધ્યાય પ્રયત્નથી જ આત્મા સંયમવ્યાપારમાં સ્થિર થાય છે. આમ જણાવેલું હોવાથી સંયમપાલન અને સંયમની સ્થિરતા કરવાની ચાહનાવાળાએ પુસ્તના વાચન
તરાજ વાક્ય આપવું જોઈએ એમ સ્પષ્ટ થાય છે. Shree Sudharmaswami Gyanbhandarwmarærágyanbhandar.com