________________
ઉજ્ઞાપન
૩૫૭
અને સૂત્રની અપેક્ષાએ “નિશીથ સૂત્ર” ભણવાનું નહિ હોવાથી પહેલા શ્રતસ્કન્ધ વિગેરેમાં તેવા ઉત્સર્ગ અપવાદો દ્રવ્ય ક્ષેત્રાદિકોના નિરૂપણ ન હોય અને કેવળ તે સૂત્રો આચારને નિરૂપણ કરવામાં જ કટિબદ્ધ હોય અને તેથી જ આચારપ્રકલ્પનું જ્ઞાન થયા સિવાય ઉત્સર્ગાપવાદાદિક અને દ્રવ્ય ક્ષેત્રાદિકનું સમ્યગજ્ઞાન ન થાય અને તેથીજ આચારપ્રકલ્પને ધારણ કરનારોજ ઉત્સર્ગાદિક અને દ્રવ્યાદિકને જાણનારે થાય અને ત્યારે જ તે ધર્મકથાને લાયક થાય એમ આ ઉપરથી સ્પષ્ટ જણાવે છે. આજ કારણથી શાસ્ત્રકા જઘન્ય ગીતાર્થપણું એાછામાં ઓછો આચારપ્રજપને ધારણ કરે તેને જ ગણે છે અને ગીતાર્થ સિવાય સામાન્ય સાધુસમુદાયને દોરનારા પણ બનાય નહિ તો પછી ઈતર ધર્મમાં રહેલા કે ધર્મની છઠા વગરનાને ધર્મકથાકારાએ ધર્મમાં લાવવાનું કાર્ય તો તેઓને સોંપાયજ કેમ ? અર્થાત અગીતાર્થને દેશના દેવાનો અધિકાર નથી.
ધર્મકથા નામને સ્વાધ્યાયને પાંચમો ભેદ જે આગળ જણાવ્યો છે, તેના અધિકારીઓ જેવી રીતે ઉત્સર્ણાદિક, Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com