________________
૩૬૪
તપ અને
પૂર્વે જણાવેલાં સાત પદોની આરાધનામાં કોઈ પણ પદની આરાધના વર્તનને અંગે જવાબદારીવાળી નથી, વર્તનને અંગે જવાબદારીવાળી આરાધના કોઈ પણ હોય તો તે માત્ર ચારિત્રપદની આરાધના છે, જોકે અંશે પણ વિરતિ નહિ કરનારા ચોથે ગુણસ્થાનકે રહેલા અવિરતિ સમ્યગ્દષ્ટિ મનુષ્યાદિકે ચારિત્રવાળાના બહુમાનને અંગે વર્તનની જવાબદારી ઉઠાવ્યા સિવાય પણ ચારિત્રપદની આરાધના કરી શકે છે, અને તેથી જ શાસ્ત્રકારો અવિરતિ સમ્યગ્દષ્ટિ કે જેઓ અંશે પણ ચારિત્રના વર્તનમાં વર્તી શકતા નથી તેઓ પણ વધારામાં વધારે નવપલ્યોપમની સ્થિતિ ઓછી કરીને દેશવિરતિના ઉચ્ચ પદને પામી વર્તનની જવાબદારી ઉઠાવવાવાળો થાય છે. અને તે પછી સંખ્યાતાસાગરોપમની સ્થિતિને ક્ષય કરી સર્વવિરતિરૂપી ઉત્કૃષ્ટ વર્તનની જવાબદારી તે ઉઠાવી શકે છે, અર્થાત અવિરતિપણામાં ચારિત્રની કોઈપણ પ્રકારે આરાધના માનવામાં ન આવે તે તે દેશવિરતિ કે સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ નિહેતુક થઈ જાય,
માટે અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવોને પણ ચારિત્રની આરાShree Sudharmaswami Gyanbhandarkmarærágyanbhandar.com