________________
ઉમાપન
૩૪૫
અજીવના સ્વરૂપને જાણે અને જીવ અને અજીવના સ્વરૂપને જાણવાથી જ તે જીવની અનેક પ્રકારની દેવ, તિર્યંચ, મનુષ્યાદિક ગતિઓ જાણે અને દેવ, તિયચ, મનુષ્ય વિગેરે વિવિધ ગતિઓ જાણવાથી પુણ્ય અને પાપનું કારણ, તેને ઉદય, તેનાં ફળો, તે બે છૂટવાનાં કારણે વિગેરે જાણવામાં આવે અને જ્યારે જગતના છ પુણ્ય, પાપ, બંધ અને મેક્ષને જાણે ત્યારેજ આ જગતના જીવો જે મનુષ્ય અને દેવતાઈ સુખની પ્રાપ્તિ માટે તલસી રહેલા છે તે તેની તૃષ્ણ રોકાઈ જાય એટલું જ નહિ પણ તે પૌલિક સુખની ઇચ્છા, પ્રાપ્તિ અને તેની ઉપભોગદશાને આત્મસ્વરૂપને બાધ કરવાવાળી હવા સાથે દુર્ગતિમાં દોરી જનારી બને, અને એવી રીતે જ્યારે જીવો પૌગલિક સુખોથી તૃષ્ણા રહિત થઈ વિરકત થાય ત્યારે જ આરંભ, પરિગ્રહ અને વિષય, કષાયમય એવા સંસારના સર્વે બાહ્ય અને અત્યંતર સંજોગોને છોડવાને તૈયાર થાય, અને જ્યારે સંસારના પાપારંભમય સર્વ બાહ્ય અત્યંતર સંજોગને
છોડીને આત્માને નવા પાપથી બચાવનારો થાય ત્યારે જ Shree Sudharmaswami Gyanbhandarykimaræragyanbhandar.com