________________
ઉદ્યાપન
૨૯૭
તીર્થયાત્રાની જરૂરીઆત તીર્થના ભેદ
શ્રી શ્રીપાળ મહારાજા છઠ્ઠા દર્શનપદની આરાધનાને અંગે જેવી રીતે રથયાત્રા કરીને પોતે જે સ્થાનમાં રહેલા હોય તે સ્થાનમાં શાસનની પ્રભાવના કરી પોતાને અને અન્ય ભવ્યાત્માઓને દનપદના આરાધક બન્યા અને બનાવ્યા તેવી રીતે પોતાના આત્માને અને અન્ય આત્માઓને સમ્યકત્વમાં દઢ કરવા માટે સારા તીર્થોની યાત્રા કરવાધારાએ સમ્યગ્દર્શન પદની આરાધના કરે છે. સામાન્ય રીતે સંસાર સમુદ્રથી તરવાનું જે સાધન તે તીર્થ કહેવાય છે, અને તેમાં સાધુરૂપી મુખ્ય અંગની અપેક્ષાએ ચારે વર્ણમાંથી થએલા સાધુઓને સમુદાય અગર પૂર્વભવમાં ગણધરનામકર્મ બાંધવાને જેઓ ભાગ્યશાળી થયા હોય, અને આ ભવમાં ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની દેશના સંભળવાની સાથે જગતના જીવને ઉદ્ધાર થવાનું સાધન એવી દ્વાદશાંગી ગૂંથવાવાળા મુખ્ય ગણધરને તીર્ષપદથી અલંકૃત થએલા ગણવામાં આવે છે. જગતને તરવાનું સાધન દ્વાદશાંગી હોવાથી તે દ્વાદશગી પણ તીર્થ તરીકે ગણાય છે.
Shree Sudharmaswami Gyanbhandarulmararágyainbhandar.com