________________
વિદ્યાપન
૩૧૩
ચતુવિધ સંધની પૂજા કરવાનું જણાવ્યું છે, પણ ક્યાં કયા સંઘની કઈ કઈ રીતિએ પૂજા કરવાથી શાસનની શોભા વધવા સાથે પૂજા કરનારની આરાધકતા થાય તે વિચારવું જરૂરી છે. પૂના ભેદથી પૂજાન પણ ભેદો
જોકે પૂજાશબ્દ શ્રીનવપદની અનુક્રમે આરાધના જણાવતાં અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્માની આરાધનાને અંગે જેમ જણાવ્યો છે, તેમ અહીં દર્શનપદની આરાધનામાં શ્રી ચતુર્વિધ સંઘને અંગે પણ પૂજા શબ્દ વાપરેલો છે, પણ હંમેશાં જગતમાં જેમ આદરસત્કાર શબ્દ સામાન્ય હાઈને રાજા, અધિકારી, શેઠ અને મુનીમ સર્વને અંગે વપરાય છે, છતાં જે જે વ્યકિત જેવા જેવા આદરસત્કારને લાયક હોય છે તે વ્યકિતને તે તે જાતનો આદરસત્કાર કરવાને પ્રસંગ સમજ પડે છે, તેવી રીતે શ્રી અરિહંત ભગવાન અને સિદ્ધ પરમાત્મા ઘાતિકર્મને ક્ષય કરનાર તથા સર્વ કર્મને ક્ષય કરનાર હોવાથી તે દેવતવમાં ગણી શકાય, અને તેથી તે પરમાત્માની પૂજા સ્નાત્ર, વિલેપન, પુષ્પ,
Shree Sudharmaswami Gyanbhandarykimararágyatnbhandar.com