________________
૨૯૬
તપ અને
આદિ દુનિયાદારીના શુભ પ્રસંગોની માફક આ રથયાત્રાના ધાર્મિક પ્રસંગને અપૂર્વ ઉત્સાહથી ઉદારતાપૂર્વક શાસનની ઉન્નતિ થાય તેવી રીતે ઉજવવો જોઇએ, અને તેથી મહારાજા શ્રીશ્રીપાળ છઠ્ઠ સમ્યગ્દર્શનપદની આરાધનાના પ્રસંગમાં મુખ્ય અને પ્રથમ કાર્ય તરીકે રથયાત્રાના પ્રસંગને આદરવાનું જ ઉચિત ધારે છે. અર્થાત્ સાયિક સમ્યગ્દર્શનઆદિને ધારણ કરનારા ભગવાન અરિહંત મહારાજ વિગેરેની પૂજા, સત્કારઅદિ ક્રિયાકારાએ સમ્યગ્દર્શનાદે ગુણોની આરાધના થાય છે, તેવી રીતે રથયાત્રા જેવા શાસનસેવાના મહત્યાથી અન્ય જીવોને સમ્યગ્દર્શન ઉત્પન્ન કરવાનું બને છે, તથા થએલા સમદર્શનને દઢ કરવાનું બને છે, માટે શ્રીશ્રીપાળ મહારાજા સમ્યગ્દર્શનપદને આરાધવા માટે રથયાત્રાના કાર્યને ઘણુજ ઠા’ માઠથી કરે છે. આ ઉપરથી વસ્તુતાએ એમ કે શકીએ કે ધર્મપ્રેમી સજજનો રથયાત્રાદિકના મહેલો જેવા પ્રસંગોની અનુમોદનાજ કરે અને ઉષ્ણીને જન્મના અપૂર્વ લાભ તરીકે ગણે.
Shree Sudharmaswami Gyanbhandarukmarærágyanbhandar.com