________________
૩ ૨૪
તપ અને
સૂત્રમાં આ શ્રીસંઘને પધ, રથ, ચક, નગર, મે આદિ અનેક સારી ઉપમાઓથી સ્તવેલ છે, તથા ભાષ્યકાર મહારાજા વિગેરેએ ભગવાન અરિહંત મહારાજથી બીજે નંબરે આરાધવા લાયક તરીકે ગણી બીજા નંબરે શ્રીસંઘની આશાતના જવાનું જરૂરી જણાવ્યું છે, અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જેમ ભગવાન તીર્થકરની આશાતન કરનારા અનંત સંસાર રખડે છે તેવી રીતે શ્રીસંધ(પ્રવચનની) આશાતન કરનાર પણ અનંત સંસાર પરિભ્રમણ કરે છે. શ્રીસંઘપૂજાની વાર્ષિક કર્તવ્યતા
આ પૂર્વે જણાવેલ રીતિએ શ્રીસંઘનું પૂજ્યતમપણું હોવાથી દર્શનપદની આરાધનામાં તે શ્રીસંઘની પ્રજાને જરૂરી સ્થાન મળે તેમાં આશ્ચર્ય નથી. વાષિક કૃત્યોને જણાવનાર બીજા ગ્રંથકાર પણ પફવસિં સંધરપ૦ આ વાક્યથી દરેક વર્ષે શ્રાવકોને શ્રાસંધની પૂજા કરવાનું કાર્ય ફરજીઆત છે એમ સ્પષ્ટપણે જણાવે છે.
સામાન્ય રીતે શ્રાવકપણાને અંગે જ્યારે દરેક વર્ષ શ્રી ચતુર્વિધ સંઘની પૂજા કરવી એ જરૂરી કાર્ય તરીકે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com