________________
ઉણપન
૩૦૧
આવી ગએલી છે, તેથી તે ઉપરથી તે વાંચી વિચારી લેવા ભલામણ કરવી યોગ્ય ગણુએ છીએ. દર્શનપદની આરાધનામાં શ્રીસંઘપૂજાનો ફાળે
રથયાત્રા અને તીર્થયાત્રા દ્વારાએ શાસનની પ્રભાવના અને સમ્યક્ત્વની ઉત્પતિ તથા દઢતા કરીને જેવી રીતે દર્શનપદની આરાધના શ્રીશ્રીપાળ મહારાજે કરી તેવી જ રીતે શ્રીસંઘપૂજારાએ દનપદની આરાધના કરે છે, ધ્યાનમાં રાખવાની જરૂર છે કે જેવી રીતે અરિહંત મહારાજા અને સિદ્ધ પરમાત્મા વિગેરે પરમેષ્ઠીએ શાસ્ત્રકારની દૃષ્ટિએ પૂજાનું સ્થાન છે એમ જણાવાય છે, તેવી જ રીતે શ્રીસંધ પણ પૂજાનું સ્થાન છે એમ સ્પષ્ટ પણે શ્રીરત્નશેખરસૂરિજી જણાવે છે. વિશેષમાં એ વાત ખ્યાલમાં રાખવાની છે કે અરિહંત ભગવાન વિગેરે જ્યારે સંસારસમુદ્રથી તરવાને માટે તૈયાર થએલા જીવને જ જયારે પૂજાનું સ્થાન છે ત્યારે શ્રીસંઘરૂ સંસારસમુદ્રથી તરવાનું સાધન તે સંસાર સમુદ્રથી પાર ઉતરેલા ભગવાન શ્રી જિનેશ્વરદેવને પણ નમસ્કારરૂપ
પૂજાનું સ્થાન છે. Shree Sudharmaswami Gyanbhandarylmarærágyanbhandar.com