________________
૨૫૪
તપ અને
દુ:સંભવિત તો જરૂરજ છે. વાચકોને યાદ હશે કે દાનને અંગે થએલી સંકુચિત દૃષ્ટિથી જ મમ્મણ શેઠને મહારાજા શ્રેણિક કરતાં પણ ઘણી મોટી રિદ્ધિ મળ્યા છતાં તે રિદ્ધિ મમ્મણશેઠના ઉપભોગમાં આવી જ નહિ અને તે મમ્માણશેઠ માત્ર ભંડારના પહેરેગીરની માફક રિદ્ધિને સંચયકાર હવા સાથે રક્ષક રહી તેજ રિદ્ધિના મમત્વને લીધે દુર્ગતિ પામ્યો. અર્થાત સંકુચિત દષ્ટિએ દેવાતું દાન આરાધકપણમાં ઉપયોગી થતું નથી એટલું જ નહિ પરંતુ ભવતિરે પણ તે સંકુચિન દષ્ટિથી દીધેલા દાનના ફળ તરીકે રિદ્ધિ મળે છે, પણ તેને ભેગ થતો નથી અને તે દુર્ગતિ આપનારી થઈ પાપ ઋદ્ધિ તરીકેજ પરમેશ્વરશાસનમાં પંકાય છે. પુણ્યરિદ્ધિ તરીકે તે તેજ ભાગ્યશાળીઓની ઋદ્ધિ ગણાય કે જેઓ સંકોચ વગર દાન દેવાવાળા હોય અને તેવા દાનના ફળ તરીકે બીજા ભવમાં અઢળક ઋદ્ધિ સમૃદ્ધિ મળે અને તેને પોતાના કુટુંબ કે શરીરમાં જે ઉપયોગ થાય તે નિરર્થક ગણતાં ધર્મસ્થાનમાં દાનાદિદ્વારાએ તેને થતે ઉપયોગજ સફળ છે એમ ગણવામાં આવે તો તેવા મનુષ્યોની ઋદ્ધિ
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com