________________
ઉધાપના
૨૫૭
સાધુપદમાં ગણી તેઓને મંગળ, કાત્તમ, અને શરણ્ય તરીકે ગણી લીધા છે. એમ નહિ કહેવું કે જે સાધુપદની આરાધનાનો વિધિ સ્વતંત્ર આચાર્ય અને ઉપાધ્યાયપદમાં લેવાનો હોત તો સાધુપદના આરાધનમાં જણાવેલાં વંદન, નમસ્કાર, અનાદિ અને વસતિનું દાન અને યાવચ્ચે વિગેરે આરાધના વિધિઓ આચાર્ય અને ઉપાધ્યાયપદની આરાધના વિધિમાં કેમ જણાવ્યાં ? આના સમાધાનમાં સમજવું કે જેને આચાર્ય અને ઉપાધ્યાયપદવીઓ ના હોય, તેવા સામાન્ય ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રાવાળા સાધુઓને પણ વંદનાદિ કરવા જરૂરી છે, અને તે દ્વારા જ સાધુપદની આરાધના થાય છે. વળી ગીતાર્થ કે તેની નિશ્રાવાળા સાધુની વૈયાવચ્ચ કરતાં આચાર્યાદિના વૈયાવચ્ચની અંદર અગણિત લાભ છે એ જણાવવાને માટે પણ આચાર્યાદિકની આરાધનામાં વૈયાવૃત્યાદિ કાર્યો પષ્ટપણે જણાવવાની જરૂર છે. હવે સાધુ પદના આરાધન માટે શ્રીપાળ મહારાજે કરેલે વિધિ જોઈએ સર્વસાધુઓની આરાધના એજ સહુપદની
આરાધના-અભિગમન (સામૈયા)ને લાભ
શ્રી શ્રી પાળચરિત્ર અને તેના રસને વાંચવા અને Shree Sudharmaswami Gyanbhandarumarærágyanbhandar.com