________________
૨૨
તપ અને
માને કે સુગુરૂને કુગુરુ તરીકે માને, તો ગાઢ મિથ્યાત્વ જણાવવામાં આવે છે એટલે સર્વ ગુણોના થતા આદરનું ફળ એકજ ગુણના અનાદર કે અવજ્ઞા ભાવને લીધે નાશ પામી, સંસારની વૃદ્ધિ થવાનો પ્રસંગ આવે છે, અને તેથીજ સર્વ ગુણોને અને ત્રેવીસ તીર્થકરોને માનવાવાળા એ ગોશાલે ફકત ભગવાન મહાવીર મહારાજરૂપી એકજ ગુણ વ્યકિતની વિરાધના કરવાથી અનંત સંસારને ઉપાર્જન કરનાર થયો, માટે ગુણોની આરાધના કરવાની ઈચ્છાવાળા જીવોને એક પણ ગુણીનો અનાદર કરવો કે અવજ્ઞા કરવી પાલવે જ નહિ, અને આજ કારણથી પંચ પરમેષ્ઠીની અંદર ગુણઓની આરા. ધનાનેજ ઉદેશ રાખવામાં આવેલ છે, પણ ગુણીઓની આરાધના કરનાર મનુષ્ય તે ગુણીઓના ગુણોનું બહુમાન અંતઃકરણમાં ઓતપ્રોત કરવું જ જોઈએ, તેજ માટે શ્રી સિદ્ધચક્રજી એટલે શ્રી નવપદજીમાં અરિહંત મહારાજા આદિ ગુણઓની માફક સ્પષ્ટપણે સમ્યગ્દર્શનાદિ ગુણોનું આરાધન જુદું જણાવેલું છે. ગુણીઓનું દર્શન તથા જ્ઞાન પહેલાં થતાં હોવાથી અને ગુણનું દર્શન
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com